ઝારખંડમાં IED બ્લાસ્ટમાં 15 જવાન ઈજાગ્રસ્ત, સર્ચ ઓપરેશન સમયે બ્લાસ્ટ

28 May, 2019 10:45 AM IST  | 

ઝારખંડમાં IED બ્લાસ્ટમાં 15 જવાન ઈજાગ્રસ્ત, સર્ચ ઓપરેશન સમયે બ્લાસ્ટ

સર્ચ ઓપરેશન સમયે બ્લાસ્ટ

ઝારખંડમાં સરાયકેલાના કુચાઈ વિસ્તારમાં સવારે નક્સલીઓ દ્વારા આઈઈડી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 15 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. આ જવાનો પૈકી 209 કોબ્રાના જવાનો અને સ્ટેટ પોલીસના ઓફિસર ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર સેના દ્વારા 2 ભાગોમાં નક્સલીઓ સામે વિશેષ ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારે 2 બોમ્બ બ્લાસ્ટ થયા હતા

બોમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને સવારે રાંચી લાવવામાં આવ્યા છે. ધમાકા પછી નક્સલીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ નાસી છૂટ્યા હતા. જણાવી દઈ કે બટાલિયન ફોર રિજોલ્યૂટ એક્શન CRPFની વિશેષ ટુકડી છે. અધિકારિયોએ જણાવ્યું હતું કે નક્સલીઓએ આઈઈડી વિષ્ફોટક સુરક્ષાદળોના રસ્તા વચ્ચે લેન્ડમાઈન્સ છુપાવી રાખ્યા હતા.

આ પણ વાંચો: 17મી લોકસભાનું પહેલું સત્ર 6 જૂનથી શરૂ થશે અને 15 જૂને સમાપ્ત થશે

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાછલા મહિને નક્સલીઓ દ્વારા પોલીસ ગાડીને નિશાન બનાવી હતી. 1મેના ગઢચિરૌલીમાં નક્સલીઓએ પોલીસની ગાડીને નિશાનો બનાવી IED બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામા C-60ના 15 અને 1 ડ્રાઈવર શહીદ થયા હતા. આ હુમલો કુરખેડા જિલ્લાના જામભુરખેડા ગામમાં કરવામાં આવ્યો હતો. હુમલા સમયે મહારાષ્ટ્ર પોલીસના C-60 કંમાન્ડો કોરસી જઈ રહ્યા હતા

national news gujarati mid-day