આર્મીના ચીફનું વિવાદાસ્પદ નિવેદન

18 December, 2018 01:53 PM IST  | 

આર્મીના ચીફનું વિવાદાસ્પદ નિવેદન

બિપીન રાવતના નિવેદન બાદ થયો છે હોબાળો

લશ્કરના પ્રમુખ જનરલ બિપિન રાવતે લશ્કરમાં મહિલાઓને યુદ્ધમાં ભાગ લેવા સંબંધે આપેલા નિવેદનની સોશ્યલ મીડિયા પર ટીકા થઈ રહી છે. જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે ‘મહિલાઓનું પ્રથમ કામ બાળકોની સંભાળ રાખવાનું છે. આથી યુદ્ધના મોરચે તેઓ સહજતા નહીં અનુભવે. વળી જવાનો પર કપડાં બદલતી વખતે છુપાઈને જોવાનો આરોપ પણ તેઓ મૂકી શકે છે. આથી તેમને યુદ્ધમાં સક્રિયપણે ભાગ લેવાની ડ્યુટી ન સોંપી શકાય. લશ્કર કદાચ તેમની યુદ્ધમોરચે ડ્યુટી સોંપે તો પણ લશ્કરના જવાનો મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોવાથી તેઓ એક મહિલા તેમની આગેવાની કરે એ વાતને સ્વીકારી નહીં શકે.’

ટ્વિટર પર લોકોએ જનરલ બિપિન રાવતના નિવેદનને વિવાદાસ્પદ અને જાતીયવાદી તથા દેશ માટે શરમજનક ગણાવ્યું છે.

national news news