Video: અનુપમ ખેરને પૂછાયો ભાજપ અંગેનો આ પ્રશ્ન, તો તેમણે ચાલતી પકડી

08 May, 2019 05:35 PM IST  |  ચંદીગઢ

Video: અનુપમ ખેરને પૂછાયો ભાજપ અંગેનો આ પ્રશ્ન, તો તેમણે ચાલતી પકડી

બોલીવુડ એક્ટર અનુપમ ખેર હાલ પત્ની કિરણ ખેર માટે ચંદીગઢમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. જો કે આ પ્રચાર દરમિયાન કંઈક એવુ બન્યું કે અનુપમ ખેર જેવા આવ્યા એવા જ તેમણે પારોઠના પગલાં ભરવા પડ્યા. પત્ની કિરણ ખેરના પ્રચાર દરમિયાન અનુપમ ખેરને એવો સવાલ પૂથાયો કે તેમણે જવાબ આપ્યા વગર જ ત્યાંથી ચાલતી પકડવાનું મુનાસિબ માગ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં દેખાય છે કે અનુપમ ખેર પ્રચાર કરવા માટે એક દુકાને પહોંચે છે. અનુપમ ખેરની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં છે. જેવા અનુપમ ખેર દુકાનના કાઉન્ટર પર પહોંચે છે કે ત્યારે જ દુકાનદાર 2014માં ભાજપે બનાવેલા મેનીફેસ્ટો બતાવ્યો અને અનુપમ ખેરને સવાલ પૂછ્યો,'હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તમે ગયા વર્ષે જે વાયદા કર્યા હતા, તે કેમ પૂરા નથી થયા ?' અનુપમ ખેર એક ક્ષણ માટે થોભે છે અને પછી પાછા ફરીને ચાલવા લાગે છે.

આ જુઓ વીડિયો.

 

આ વીડિયો પહેલા પણ અનુપમ ખેરે પ્રચાર દરમિયાન બે વખત ચોંકાવનારી ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. અનુપમ ખેરને અત્યાર સુધી સભામાં પૂરતા લોકો ન હોવાને કારણે 2 વખત જનસભા રદ કરવી પડી છે. જો કે અનુપમ ખે રે આ ઘટનાને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

વર્ક ફ્રંટની વાત કરીએ તો અનુપમ ખેર છેલ્લે ડૉ. મનમોહનસિંહના પાત્રમાં ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નામની ફિલ્મમાં દેખાયા હતા.

anupam kher Election 2019 bollywood Loksabha 2019