નોઇડા પોલીસ હવે યુવતીઓની છેડતી કરનારાઓને રેડ કાર્ડ બતાવશે

28 June, 2019 09:28 AM IST  |  નોઈડા

નોઇડા પોલીસ હવે યુવતીઓની છેડતી કરનારાઓને રેડ કાર્ડ બતાવશે

પ્રતીકાત્મક તસવીર

ફૂટબૉલની મૅચમાં મેદાન પર ખેલાડીને રેફરી રેડ કાર્ડ બતાવે છે અને આ દૃશ્ય તમે ઘણી વખત જોયું હશે. હવે દિલ્હી નજીકના નોઈડાની પોલીસે પણ ફૂટબૉલની રમતમાંથી પ્રેરણા લઈને સ્કૂલો, કૉલેજો અને જાહેર સ્થળોએ યુવતીઓને છેડનારાઓને રેડ કાર્ડ બતાવવાનું નક્કી કર્યું છે.

નોઈડા પોલીસની એન્ટિ રોમિયો સ્કવોડના સભ્યો આ રેડ કાર્ડ લઈને ફરશે અને જો કોઈ છેડતીખોર પકડાશે તો તેને પહેલા રેડ કાર્ડ આપવામાં આવશે. જે તેમના માટે પહેલી ચેતવણી હશે. એ પછી જો ફરી આ વ્યક્તિ આવી કોઈ હરકત કરતા પકડાશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ શંકાના આધારે પણ રેડ કાર્ડ આપશે. સ્કૂલ, કૉલેજ કે જાહેર સ્થળોએ ઊભેલી વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળશે તો તેની પૂછપરછ કરાશે અને જો તે સંતોષકારક જવાબ નહીં આપે તો તેને રેડ કાર્ડ બતાવાશે.

આ પણ વાંચો : નીરવ મોદી પર કસાયો સકંજો, સ્વિસ બેન્કના 4 ખાતા સીઝ, 283 કરોડ જપ્ત કર્યા

યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં રૅપ અને છેડછાડની વધી રહેલી ઘટનાઓના પગલે એન્ટિ રોમિયા સ્કવોડ ફરી એક્ટિવ કરવાના આદેશ આપ્યા છે.

noida delhi Crime News national news