નીરવ મોદી પર કસાયો સકંજો, સ્વિસ બેન્કના 4 ખાતા સીઝ, 283 કરોડ જપ્ત કર્યા

Jun 27, 2019, 14:20 IST

નીરવ અને પૂર્વીના આ ખાતાઓમાં 283.16 કરોડ રૂપિયા જમા હતા. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આક્ષેપ છે.

નીરવ મોદી પર કસાયો સકંજો,
નીરવ મોદી પર કસાયો સકંજો,

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદી પર એજન્સીઓએ સકંજો કસ્યો છે. તપાસ એજન્સીઓએ કૌભાંડ મામલે નીરવ મોદી અને તેમની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલા 4 ખાતાઓને સ્વિટ્ઝરલેન્ડમાં સીઝ કર્યા છે. નીરવ અને પૂર્વીના આ ખાતાઓમાં 283.16 કરોડ રૂપિયા જમા હતા. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આક્ષેપ છે.

બેન્ક એકાઉન્ટ સીઝ કરવા બાબતે સ્વિસ બેન્ક તરફથી એક રિલીઝ જાહેર કરાઈ હતી. આ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ભારતની માગ પર નીરવ મોદી અને તેમની બહેન પૂર્વી મોદીના 4 ખાતા સીઝ કરવામાં આવ્યા છે. આ મામલે તપાસ એજન્સીઓને બીજી મોટી સફળતા મળી છે. આ પહેલા બુધવારે સ્પષ્ટ થયું હતું કે, પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના અન્ય આરોપી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યર્પણ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. એન્ટિગુઆના વડાપ્રધાને નિવેદન આપ્યું હતું કે, અમે મેહુલ ચોક્સીની નાગરિક્તા રદ્દ કરી હતી અને હવે તેમની પાસે કોઈ મેહુલ ચોક્સી પર કોઈ કાનૂની હક નથી.

આ પણ વાંચો: બિન-ગાંધી પરિવારમાંથી પાર્ટી અધ્યક્ષ પસંદ કરો : રાહુલ ગાંધી

એક તરફ તપાસ એજન્સીઓએ મેહુલ ચોક્સી પર સકંજો મેળવવાની તૈયારી કરી છે ત્યારે નીરવ માદીના ઍકાઉન્ટ સીઝ થતા વધુ એક સફળતા એજન્સીઓના નામે રહી છે. નીરવ મોદી હાલ લંડનમાં છે અને ત્યાની જેલમાં છે. નીરવ મોદી 4 વાર જમાનત અરજી કરી ચૂક્યા છે જો કે હજુ સુધી તેમની અરજી સ્વીકારવામાં આવી નથી. ફેબ્રુઆરી 2018માં પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ સામે આવ્યું હતું અને ત્યારથી જ નીરવ મોદીની તપાસ હાથ ધરાઈ છે. ભારતમાં રહેલી નીરવ મોદીની ઘણી સંપતિઓ જપ્ત કરવામાં આવી છે અને હવે વિદેશમાં રહેલી સંપતિઓ પણ જપ્ત કરાઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK