Anti-encroachment Drive: શાહીન બાગ બાદ હવે બુલડોઝર દિલ્હીની ન્યુ ફ્રેન્ડ્સ કોલોની પહોંચ્યું

10 May, 2022 02:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સ્થાનિકો અને રાજકીય નેતાઓના વિરોધને પગલે સોમવારે શાહીન બાગમાં નાગરિક સંસ્થાને કાર્યવાહી કર્યા વિના પાછા ફરવું પડ્યું હતું

તસવીર/પીટીઆઈ

દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC)એ મંગળવારે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ગુરુદ્વારા રોડ પર અતિક્રમણ વિરોધી અભિયાન હાથ ધર્યું હતું.  અધિકારીઓ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ગેરકાયદેસર કામચલાઉ બાંધકામો દૂર કર્યા હતા. એમ સત્તાવાળાએ જણાવ્યું હતું.

સ્થાનિકો અને રાજકીય નેતાઓના વિરોધને પગલે સોમવારે શાહીન બાગમાં નાગરિક સંસ્થાને કાર્યવાહી કર્યા વિના પાછા ફરવું પડ્યું હતું તેના એક દિવસ પછી આ સામે આવ્યું છે.

SDMCના સેન્ટ્રલ ઝોનના અધ્યક્ષ રાજપાલ સિંહે જણાવ્યું હતું કે “ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીની આસપાસના વિસ્તારોમાં અતિક્રમણ વિરોધી અભિયાન શરૂ થઈ ગયું છે.”

“અમારી એન્ફોર્સમેન્ટ ટીમોએ પર્યાપ્ત પોલીસ દળ અને બુલડોઝર અને ટ્રક જેવા સાધનો સાથે બૌધ ધર્મ મંદિર, ગુરુદ્વારા રોડ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં નજીકના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે સ્થાપિત કિઓસ્ક, અસ્થાયી બાંધકામો, ઝૂંપડીઓ અથવા દુકાનોને હટાવવાનું શરૂ કર્યું છે. અતિક્રમણ સામેની અમારી ઝુંબેશ ચાલુ રહેશે.” સિંહે પીટીઆઈને કહ્યું હતું.

ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની SDMCના સેન્ટ્રલ ઝોન હેઠળ આવે છે.

શાહીન બાગમાં એસડીએમસીની ડ્રાઇવમાં મોટી સંખ્યામાં લોકોએ કાર્યવાહી સામે વિરોધ દર્શાવ્યો હતો અને AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ ડ્રાઇવને `અવરોધ` કરવા બદલ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે શાહીન બાગમાં ડિમોલિશન ઝુંબેશ સામે સીપીઆઈ(એમ) દ્વારા દાખલ કરાયેલી અરજીને ધ્યાનમાં લેવાનો પણ ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તે રાજકીય પક્ષના કહેવા પર આ મામલે દખલ કરી શકે નહીં.

national news new delhi shaheen bagh