આંદામાનને પર્યટન સ્થળ તરીકે મળશે ઓળખાણ : મોદી

11 August, 2020 12:31 PM IST  |  Port Blair | Agencies

આંદામાનને પર્યટન સ્થળ તરીકે મળશે ઓળખાણ : મોદી

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વિડિયો-કૉન્ફરન્સના માધ્યમથી ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડતી સબમરીન ઑપ્ટિકલ ફાઇબર કેબલ રાષ્ટ્રને અર્પણ કરી હતી. આ કેબલ સબમરીન પોર્ટ બ્લેયરને સ્વરાજ ટ્વીપ (હેવલોક), નાનો આંદામાન, કાર નિકોબાર, કામોર્ટા, ગ્રેટ નિકોબાર, લૉન્ગ આઇલૅન્ડ અને રેન્જથી પણ જોડશે. આ દેશના અન્ય ભાગોની સાથે આંદામાન અને નિકોબાર ટાપુમાં ઝડપી અને વધુ વિશ્વસનીય મોબાઇલ અને લૅન્ડલાઇન ટેલિકમ્યુનિકેશન સેવાઓ પ્રદાન મળી શકશે. મોદીએ ૨૦૧૮ની ૩૦ ડિસેમ્બરે પોર્ટ બ્લેયરમાં આ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દોઢ વર્ષ પહેલાં યોજનાના શુભારંભ કરવાની તક મળી હતી. ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પસ્થળ આંદામાન-નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીઓને મારા નમસ્કાર. મોદીએ વધુમાં કહ્યું કે આજનો દિવસે આંદામાન-નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્ત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બૉઝને નમન કરતાં લગભગ દોઢ વર્ષ પહેલાં સબમરીન ઑપ્ટિકલ ફાઇબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાપર્ણની પણ તક મળી છે.

narendra modi national news