આનંદ કુમારની 'સુપર 30'ના 18 વિદ્યાર્થીઓને JEE એડવાન્સ્ડમાં મળી સફળતા

15 June, 2019 03:48 PM IST  | 

આનંદ કુમારની 'સુપર 30'ના 18 વિદ્યાર્થીઓને JEE એડવાન્સ્ડમાં મળી સફળતા

આનંદ કુમાર

ગણિતશાસ્ત્રી આનંદ કુમારની કોચિંગ સંસ્થા 'સુપર 30'એ એકવાર ફરીથી સફળતાના ઝંડા લહેરાવી દીધા છે. ભારતીય ટેકનોલોજી સંસ્થા, રૂરકી દ્વારા આયોજિત આ વર્ષના JEE એડવાન્સ્ડને 'સુપર 30'ના 30માંથી 18 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે.

આ ઉપલબ્ધિ ફિલ્મ 'સુપર 30'ની રિલીઝથી કેટલાક સપ્તાહ પહેલી આવી છે, જે આનંદ કુમારના વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મ છે, જે સમાજ અને વંચિત વર્ગના બાળકોને દેશની સર્વોચ્ચ એન્જિનિયરિંગ સંસ્થા IITમાં જવાની મદદ કરવા માટે પ્રયત્નો કરે છે.

આનંદ કુમારની 'સુપર 30'ના બધા વિદ્યાર્થીએ વર્ષ 2008, 2009, 2010 અને 2017માં પાસ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બાદ આ સંસ્થાને વૈશ્વિક માન્યતા મળી. આ વર્ષે ગયા વર્ષના મુકાબલે ઓછા વિદ્યાર્થીઓને સફળતા મળી છે. આ વિષયમાં આનંદ કુમારનું કહેવું છે કે એમના માટે સંખ્યા મેટર નથી કરતી. બધા વિદ્યાર્થીઓએ JEE મેઈન્સને પાસ કરી લીધું છે એમાથી કેટલાક નંબરોથી આઈઆઈટીમાં સફળતા પ્રાપ્ત કરવાથી ચૂકાઈ ગયા. તે નિશ્ચિંતરૂપથી આઈઆઈટીમાં એડમિશન લેશે.

આનંદ કુમાર દ્વારા શરૂ કરવામાં આવેલી 'સુપર 30' એક નવીન શૈક્ષણિક કાર્યક્રમ છે. જે રામાનુજન સ્કૂલ ઑફ મેથેમેટિક્સના બેનર ઉપર ચાલે છે. જે સમાજના આર્થિક રૂપથી પછાત વર્ગોથી સંબંધિત 30 પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓની ભરતી કરે છે અને તેઓને દેશના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પોતાને તૈયાર કરવામાં મદદ કરે છે. આથી તેઓ દેશના સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : સંસ્કૃતમાં કડકડાટ વાતો કરતો ટૅક્સી-ડ્રાઇવર સોશ્યલ મીડિયામાં ફેમસ

2002માં પોતાની સ્થાપના બાદ 'સુપર 30'એ IITના 450 વિદ્યાર્થીને મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લા સાત વર્ષોમાં સંસ્થાએ સેંકડો IITiansને જન્મ આપ્યો છે, જે બહુ જ પછાત પૃષ્ઠભૂમિથી આવે છે. એમાથી ઘણી સંસ્થાનોથી પાસઆઉટ છે અને આ સમયે દેશની સાથે વિદેશમાં ફણ મહત્વપૂર્ણ પદ પર છે અને સારી સૅલેરી મેળવનારા પદ પર છે. આનંદ કુમારે સંસ્થા વિશે કહ્યું કે પ્રોગ્રામ દરમિયાન વિદ્યાર્થીને ફ્રી કોચિંગ, રહેવા અને જમવાનું ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંસ્થાએ ક્યારે પણ કોઈપણ વ્યક્તિ, સરકારી અથવા ખાનગી સંગઠનો પાસેથી દાન નથી લીધું. એમણે કહ્યું કે એમનો પૂરો પરિવાર અને શિક્ષકોની ટીમ સંસ્થા ચલાવવામાં એમનો પૂરે-પૂરો હાથ છે.

national news