31 May, 2025 08:03 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પૂંછમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ કરતા અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. આ પ્રવાસના બીજા દિવસે તેઓ પૂંછમાં પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત પીડિતોને મળ્યા હતા. પૂંછથી પાકિસ્તાનને કડક સંદેશ આપતાં અમિત શાહે પાકિસ્તાન દ્વારા હુમલો કરાયેલા ગુરુદ્વારામાં પણ શીશ નમાવ્યું હતું.
પાકિસ્તાની હુમલામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને નોકરીનો અપૉઇન્ટમેન્ટ લેટર આપતા અમિત શાહ
પૂંછના આ સૌથી જૂના ગુરુદ્વારાનું નામ શ્રી ગુરુ સિંહ સભા છે જે LoCની નજીક છે. અમિત શાહે પૂંછની ધરતી પરથી પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘લોહી અને પાણી એકસાથે વહી શકતાં નથી. ભારત કોઈ પણ પ્રકારના હુમલાને સહન કરશે નહીં. આનો સચોટ અને વધુ મજબૂત જવાબ આપવામાં આવશે અને આપણાં દળોએ એવું જ કર્યું છે. પૂંછમાં ઘણા લોકોનાં ઘરોને નુકસાન થયું છે. લોકોના વ્યવસાયોને નુકસાન થયું છે. જમ્મુ અને કાશ્મીર સરકારે આવા લોકોને મદદ કરી છે અને હવે ભારત સરકાર તેમના માટે પૅકેજ પણ લાવશે.’
અમિત શાહે પૂંછના પીડિત પરિવારોને પણ મળ્યા અને તેમને રોજગાર નિમણૂક પત્રો સોંપ્યા હતા.