સીમા-તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રીની રાજનાથ સિહં સાથે મુલાકાતની ઇચ્છા...

04 September, 2020 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સીમા-તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રીની રાજનાથ સિહં સાથે મુલાકાતની ઇચ્છા...

સીમા-તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રીની રાજનાથ સિહં સાથે મુલાકાતની ઇચ્છા...

ભારત-ચીન સીમાવિવાદ (India China Conflict) વચ્ચે ચીનના રક્ષા મંત્રી (Chinese Defense Minister) જરનલ વેઇ (Wei Fenghe) ફેંઘેએ ભારતના (Indian Defense Minister) રક્ષા મંત્રી રાજનાથ (Rajnath Singh) સિંહ સાથે મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી છે. રશિયા (Russia)ની રાજધાની માસ્કોમાં શંઘાઈ સહયોગ સંગઠન (SEO)ની બેઠકની જુદાં ચીનના રક્ષામંત્રી જરનલ વેઇ (Wei Fenghe) ફેંગેએ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી છે. ચીની પક્ષે ભારતીય મિશન સામે આ ઇચ્છા વ્યક્ત કરી છે. સીમા પર બન્ને દેશોની સેનાઓ વચ્ચે ચાલતાં તણાવને ધ્યાનમાં રાખતાં આ ઘટનાક્રમ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. જો કે, આની અધિકારિક પુષ્ઠિ કરવામાં આવી નથી.

જણાવવાનું કે રાજનાથ સિંહ અને વાંગ યી બન્નેએ શુક્રવારે થનારી એસસીઓ બેઠકમાં ભાગ લેવા માટે માસ્કોમાં છે. જો કે, ભારતના રક્ષા મંત્રાલય તરફથી ચીની રક્ષામંત્રીની રાજનાથ સિંહ સાથેની મુલાકાતની ઇચ્છા પર કોઇ નિવેદન સામે આવ્યું નથી. જણાવવાનું કે આ પહેલા સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, પોતાના ચીની સમકક્ષ સાથે મુલાકાત નહીં કરે.

ભારત-ચીન વચ્ચે તણાવની સ્થિતિ સ્થિર
પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારે 29-30 ઑગસ્ટની રાતે અને 31 ઑગસ્ટની રાતે ચીની સેના તરફથી ઘૂસણખોરીના પ્રયત્નો કરવાને કારણે વધેલા તણાવ બાદ ભારત અને ચીન વચ્ચે આ વિવાદ ચાલું છે. ભારતે પેંગોંગ સરોવરના ઉત્તરના વિસ્તારોમાંથી ચીનને પોતાના સૈનિકોને પાછળ હટાવવા માટે કહ્યું છે. ચીનની કારસ્તાનીને કારણે જ બ્રિગેડિયર સ્તર પહેલા ચાર દિવસ થયેલી વાતચીતમાં કોઈ ઉકેલ ન નીકળ્યો. ગુરુવારે પાંચમાં દિવસની બેઠકમાં પણ કોઇપણ પ્રકારના પરિણામના સંકેત ન મળ્યા. એવામાં બન્ને દેશો વચ્ચે સ્થિતિ વધારે ખરાબ થતી જોવા મળે છે.

જણાવવાનું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયાના ત્રણ દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન તે આજે એસસીઓની બેઠકમાં સામેલ થશે. મૉસ્કો પ્રવાસ દરમિયાન ભારત અને રશિયાએ અત્યાધુનિક એકે-47-203 રાઇફલ ભારતમાં બનાવવા માટે એક મોટો સોદો કર્યો છે. અધિકારિક રશિયલ મીડિયાએ આ માહિતી આપી છે. એકે-47-203 રાઇફલનું નવીનતમ અને સર્વાધિક એડવાન્સ સ્વરૂપ છે. તે ઇન્ડિયન સ્મૉલ ઑર્મ્સ સિસ્ટમ (ઇનસાસ) 5.56 ગણી 45 મિમીની રાઇફલનું સ્થાન લેશે.

national news india china international news russia rajnath singh