અભિમાન તો દુર્યોધનનું પણ તૂટી ગયું હતું, તો મોદી શું ચીજ છે: પ્રિયંકા

08 May, 2019 11:57 AM IST  |  અંબાલા | (જી.એન.એસ.)

અભિમાન તો દુર્યોધનનું પણ તૂટી ગયું હતું, તો મોદી શું ચીજ છે: પ્રિયંકા

પ્રિયંકા ગાંધી

કૉન્ગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને દુર્યોધન ગણાવીને કહ્યું કે તેમણે મારા શહીદ પિતાનું અપમાન કર્યું છે. પ્રિયંકા ગાંધીએ મંચ પરથી નીચે ઊતરીને લોકો સાથે મુલાકાત પણ કરી હતી. પ્રિયંકા ગાંધીએ આજે હરિયાણાના અંબાલા જિલ્લામાં જનસભાને સંબોધિત કરી હતી.

પ્રિયંકા ગાંધીએ જનસભાનો સંબોધિત કરતાં મહાભારતનો એક પ્રસંગ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે ‘અભિમાન તો દુર્યોધનનું પણ તૂટી ગયું હતું, તો પીએમ મોદી શું ચીજ છે. દેશે અહંકારને ક્યારેય માફ કર્યો નથી. આવો જ અહંકાર દુર્યોધનમાં પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે તેમને પણ દુર્યોધને બંધક બનાવવાની કોશિશ કરી હતી.’

આ દરમ્યાન પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રકવિ દિનકરની કવિતાઓ પણ સંભળાવી હતી. પ્રિયંકા ગાંધીએ દિનકરની પંક્તિઓ ટાંકીને જણાવ્યું હતું કે ‘જબ નાશ મનુજ પર છાતા હૈ, પહેલા વિવેક મર જાતા હૈ. આવું જ પીએમ મોદી સાથે પણ થયું છે. મોદીનો વિવેક મરીપરવાર્યો છે એથી જ તેઓ આવી રીતે બેફામ નિવેદનબાજી કરે છે. મારા પરિવાર વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી ૨૦૧૯ કોઈ એક પરિવાર માટે નથી થતી, પરંતુ પીએમ મોદીએ મારા શહીદ પિતાનું અપમાન કર્યું છે. તેમની પર આપવામાં આવેલું નિવેદન ક્યારેય સહન કરવામાં નહીં આવે. તેમણે કંઈ પણ બોલવું હોય, સમજી-વિચારીને બોલવું જોઈએ. આખરે તેઓ એક પીએમ છે. આવા નિવેદન તેમને શોભતા નથી.’

આ પણ વાંચો : પાકિસ્તાને કરી 34 માછીમારોની ધરપકડ, છ હોડીઓ જપ્ત

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ‘ચૂંટણીપ્રચાર કરતી વખતે ભાજપના નેતાઓ એવું ક્યારેય કહેતા નથી કે તેમણે જે વાયદા કર્યા હતા એ પૂર્ણ કર્યા છે કે નહીં. ક્યારેક શહીદોનાં નામે વોટ માગે છે તો ક્યારેક શહીદ સદસ્યોનું અપમાન કરે છે. આવું કરવાનો હક તેમને કોણે આપ્યો?’

priyanka gandhi national news congress