રામ મંદિર ભૂમિ પૂજન અટકાવવાની માગ, હાઇકૉર્ટે ફગાવી અરજી

24 July, 2020 04:46 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

રામ મંદિર ભૂમિ પૂજન અટકાવવાની માગ, હાઇકૉર્ટે ફગાવી અરજી

અયોધ્યા રામ મંદિર

અયોધ્યામાં રામ મંદિર(Ayodhya Ram Mandir) નિર્માણ માટે 5 ઑગસ્ટના પ્રસ્તાવિત ભૂમિ પૂજનને અટકાવવાની માગને લઈને ગુરુવારે અલાહાબાદ(Allahabad) હાઇ કૉર્ટ(High Court)માં અરજી આપવામાં આવી હતી જે હાઇકૉર્ટે ફગાવી દીધી છે.. દિલ્હીના સાકેત ગોખલે(Saket Gokhle)એ અલાહાબાદ હાઇ કૉર્ટ(Allahabad High Court)ના ચીફ જસ્ટિસ(Chief Justice)ને લેટર પીઆઇએલ(PIL) મોકલી હતી.

પીઆઇએલમાં કહેવામાં આવ્યું  હતું કે ભૂમિ પૂજન કોવિડ-19ના અનલૉક-2ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન છે. ભૂમિ પૂજનમાં ત્રણસો લોકો એકઠા થશે જે નિયમો વિરુદ્ધ હશે.

લેટર પિટીશન દ્વારા ભૂમિ પૂજનના કાર્યક્રમને થોભાવવાની માગ કરવામાં આવી. કહેવામાં આવ્યું કે કાર્યક્રમ થવાને કારણે કોરોનાનાન સંક્રમણ ફેલાવાનું જોખમ વધશે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે યૂપી સરકાર કેન્દ્રની ગાઇડલાઇનમાં છૂટ આપી શકે નહીં. જો કે હાઇકૉર્ટે આ અરજી ફગાવી દીધી છે.

ચીફ જસ્ટિસને લેટર પિટીશનનો પીઆઇઆલ તરીકે સ્વીકાર કરતાં સુનાવણી કરીને કાર્યક્રમ થોભાવવાની માગ કરવામાં આવી. સાકેત ગોખલેએ ઘણાં વિદેશી છાપાંઓમાં કામ કર્યું છે અને કે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે.

આ પણ વાંચો : ત્રણને બદલે પાંચ ગુંબજ, 128 ફુટ ઊંચાઇ, કંઇક આવું બનશે અયોધ્યા રામ મંદિર

જો કે, લેટર પિટીશનને હજી સુધી ચીફ જસ્ટિસે સુનાવણી માટે સ્વીકાર કર્યો નથી. પિટીશનમાં રામ મંદિર ટ્રસ્ટ સાથે કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા.

allahabad national news ram mandir coronavirus covid19 lockdown