નાગરીકતા બિલ પર આસામમાં વિરોધ : આગ ચંપી અને 11 કલાક બંધની જાહેરાત

10 December, 2019 11:13 AM IST  |  Assam

નાગરીકતા બિલ પર આસામમાં વિરોધ : આગ ચંપી અને 11 કલાક બંધની જાહેરાત

બિલના વિરોધમાં આસામમાં આગ ચંપીના બનાવ અને 11 કલાકનું બંધ (PC : ANI)

લોકસભામાં ભારે હંગામા બાદ નાગરિકતા સંશોધન બિલ પસાર થઇ ગયું છે. જેને પગલે આસામમાં મંગળવાર સવારથી ભારે વિરોધ જોવા મળ્યો હતો. શહેરના ઓલ આસામ સ્ટુડન્ટ યુનિય(AASU) એ મંગળવારે 11 કલાકના બંધની જાહેરાત કરી છે. જેને પગલે વિદ્યાર્થી સંગઠનના વિરોધ સમર્થનમાં શહેરની બજારો બંધ રહી હતી.તો શહેરના દિબ્રૂગઢ અને જોરહાટમાં પ્રદર્શન દરમિયાન આગ ચાંપી ઘટના બની હતી. આસુની અપીલ પર સવારે 5 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બજાર બંધ રાખવાની વાત કરવામાં આવી છે.


લોકસભામાં મોડી રાત્રે બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા
આ પહેલા લોકસભામાં સોમવારે રાતે 12.04 વાગ્યે મતદાન થયું હતું મતદાનમાં બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતા. બિલ પર લગભગ 14 કલાક સુધી ચર્ચા ચાલી હતી.વિસ્તારમાં શરૂ થયેલા વિરોધના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે. જોકે, નોર્થ ઈસ્ટ રાજ્યોમાં રહેનારા લોકોને પોતાની ઓળખાણ ગુમાવવાનો ભય સતત રહે છે.વિસ્તારના ઘણા સંગઠનોએ પોત પોતાના સ્તરે બિલનો વિરોધ શરૂ કરી દીધો હતો. જો કે, નાગાલેન્ડમાં ચાલી રહેલા હોર્નબિલ ફેસ્ટિવલના કારણે તે આ વિરોધમાં સામેલ થઈ શક્યું નથી.


ડાબેરી સંગઠનોએ 12 કલાલ બંધ અપીલ કરી
16 લેફ્ટ સંગઠનોએ આસામમાં 12 કલાક બંધ રાખવાની અપીલ કરી છે. જેમાં SFI, DYFI, AIDWA, AISF, AISA, અને IPTA જેવા સંગઠનો સામેલ છે ગુવાહાટી અને દિબ્રૂગઢ યુનિવર્સિટીએ રાજ્યમાં આજે યોજનારી પરિક્ષા સ્થગિત કરી દીધી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

બિલનો ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવા દેવા નથીઃ અમિત શાહ
વિપક્ષી પાર્ટીએ આ બિલને ધર્મના આધારે ભેદભાવ કરનારા ગણાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે જવાબમાં કહ્યું કે, આ બિલ યાતનાઓથી મુક્તિ મેળવવાનો મુખ્ય દસ્તાવેજ છે. ભારતીય મુસ્લિમોનું આની સાથે કોઈ લેવા દેવા નથી. આ બિલ માત્ર 3 દેશોમાંથી હેરાન થઈને ભારતમાં આવેલા લઘુમતીઓ માટે છે.

assam national news amit shah