અખિલેશની હેલિકૉપ્ટરની ઉડાન ડિલે કરવાનું કાવતરું થયું હતું?

29 January, 2022 09:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જોકે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવની ફ્લાઇટને ડિલે કરવાનો આરોપ ખોટો છે

અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ચૅલેન્જર તરીકે ઊભરી રહેલા અખિલેશ યાદવે ગઈ કાલે આરોપ મૂક્યો હતો કે તેમના હેલિકૉપ્ટરને દિલ્હીથી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જતાં થોડા સમય માટે રોકવામાં આવ્યું હતું. તેમણે એને ‘હારી રહેલી બીજેપીનું કાવતરું’ ગણાવ્યું હતું. આ આરોપ મૂક્યાને લગભગ અડધા કલાક પછી અખિલેશે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘અમે જીતની ઉડાન ભરવા માટે રેડી છીએ.’
જોકે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવની ફ્લાઇટને ડિલે કરવાનો આરોપ ખોટો છે. કમર્શિયલ ફ્લાઇટ્સને ઉડાનમાં હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે. અખિલેશનું હેલિકૉપ્ટર ટ્રાફિક કન્જેશન અને રીફ્યુઅલિંગના કારણે રોકાયું હતું. રીફ્યુઅલિંગ બાદ તરત જ એને ઉડાન ભરવા માટે મંજૂરી અપાઈ હતી.

national news uttar pradesh assembly elections