એક દેશ, એક ચૂંટણીઃ PMની બેઠકમાં માયા-મમતા, અખિલેશ-ટીડીપી ગેરહાજર

20 June, 2019 07:47 AM IST  | 

એક દેશ, એક ચૂંટણીઃ PMની બેઠકમાં માયા-મમતા, અખિલેશ-ટીડીપી ગેરહાજર

એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા માટે તમામ રાજકીય દળોના અધ્યક્ષોની બેઠક બોલાવી હતી જેમાંથી બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ , બીજેડી પ્રમુખ નવીન પટનાયક, પીડીપી નેતા મહેબૂબા મુફ્તી, વાયઆરએસના જગનમોહન રેડ્ડી, લેફ્ટ નેતા સીતા રામ યેચુરીએ હાજરી આપી હતી,

તો બીજી બાજુ કૉન્ગ્રેસ, સપા, શિવસેના, બસપા, દ્રમુક, ટીડીપી અને તૃણમૂલનો એકપણ નેતા બેઠકમાં સામેલ થયો ન હતો. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ ચીફ મમતા બૅનરજી, સપા પ્રમુખ માયાવતીએ પણ બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. લેફ્ટ ધનેતા સીતારામ યેચુરી અને ડી રાજા મોદીની બોલાવેલી આ બેઠકમાં સામેલ થયા, પરંતુ તેમને એક દેશ, એક ચૂંટણી મુદ્દાનો વિરોધ કર્યો. મોદીએ ૨૦ જૂને લોકસભા અને રાજ્યસભાના  દરેક સાંસદોને બેઠકની સાથે   ડિનર માટેનું પણ આમંત્રણ આપ્યું છે.બેઠક પહેલાં માયાવતીએ કહ્યું કે ઇવીએમ અંગેની બેઠક બોલાવી હોત તો જરૂરથી હાજરી આપી હોત.

આ પણ વાંચો: ગુલાબી ફેસબુક ફ્રૉડના સિનિયર સિટિઝનો ઇઝી ટાગેર્ટ છે

અત્રે ઉલ્લેખનીય છે કે મમતાએ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને પત્ર લખીને કેન્દ્ર સરકારને ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ મુદ્દે ઉતાવળ ન કરીને શ્વેતપત્ર તૈયાર કરવાની વાત કરી છે જેથી દરેક પ્રમુખનેતા તેમના વિચાર વ્યક્ત કરી શકે. એ માટે દરેકને પૂરતો સમય આપવો જોઈએ. મમતાએ એવું પણ કહ્યું છે કે જો વડા પ્રધાન આવું કરશે તો જ અમે આ વિશે અમારાં સૂચનો આપીશું.

 

national news gujarati mid-day