ક્રૅશ થયેલા વિમાનના બ્લૅક બૉક્સનો ડેટા ભારતમાં ડાઉનલોડ થયો, AAIB એની તપાસ કરી રહી છે

28 June, 2025 09:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (FDR)ના ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. આ પ્રયાસોનો હેતુ અકસ્માત તરફ દોરી જતી ઘટનાઓના ક્રમનું પુનર્નિર્માણ કરવાનો છે.

પ્રતીકાત્મક તસવીર

નાગરિક ઉડ્ડયન ખાતાએ ગઈ ગુરુવારે એક નિવેદનમાં જાણકારી આપી હતી કે અમદાવાદમાં ક્રૅશ થયેલા ઍર ઇન્ડિયાના વિમાનના બ્લૅક બૉક્સમાંથી ડેટા ભારતમાં જ ડાઉનલોડ કરી લેવામાં આવ્યો છે. ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા એની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ પ્રેસ-રિલીઝમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આગળના બ્લૅક બૉક્સમાંથી ક્રૅશ પ્રોટેક્શન મૉડ્યુલ સુરક્ષિત રીતે મેળવી લેવામાં આવ્યું હતું. મેમરી મૉડ્યુલ પણ સફળતાપૂર્વક ઍક્સેસ કરવામાં આવ્યું હતું અને એનો ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (FDR)ના ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. આ પ્રયાસોનો હેતુ અકસ્માત તરફ દોરી જતી ઘટનાઓના ક્રમનું પુનર્નિર્માણ કરવાનો છે.’

air india airlines news news ahmedabad plane crash ahmedabad national news indian government