પક્ષી સાથે ટકરાતા વાયુસેના જેગુઆરનું ઇમરજન્સી લેન્ડિંગ, કોઇ જાનહાની નહી

27 June, 2019 11:56 AM IST  | 

પક્ષી સાથે ટકરાતા વાયુસેના જેગુઆરનું ઇમરજન્સી લેન્ડિંગ, કોઇ જાનહાની નહી

ફાઈલ ફોટો

હરિયાણામાં વાયુસેનાનું જેગુઆર વિમાનનુ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. મળી રહેલ માહિતી પ્રમાણે ભારતીય ઍરફોર્સના વિમાન જેગુઆર અંબાલા ઍરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી અને એક પક્ષી સાથે અથડાયું હતું. પક્ષી સાથે અથડાતા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન વિમાનનું ફ્યૂલ ટેન્ક રહેણાંક વિસ્તાર પર પડ્યુ હતું જો કે હાલ આ ઘટનાના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.

હજું થોડા સમય પહેલા જ કચ્છમાં જેગુઆરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું

મહત્વનું છે કે હાલમાં જ ગુજરાતમા કચ્છ જિલ્લામાં એક જેગુઆર લડાકૂ વિમાનને અકસ્માત નડ્યો હતો. આ જેગુઆર વિમાને જામનગર ઍરબેઝથી ઉડાન ભરી હતી. આ ઘટનામાં ઍરફોર્સના પાયલટ સંજય ચૌહાણ શહીદ થયા હતા. સંજય ચૌહાણ વાયુસેનામાં ઍર કમાન્ડર હતા અને રૂટિન ટ્રેનિંગ માટે સવારે 10:30ની આસપાસ ઉડાન ભરી હતી. દુર્ઘટના પછી વિમાનનો કાટમાળ જમીન પર ફેલાઈ ગયો હતો.

આ જેગુઆરની ત્રીજી ઘટના છે

છેલ્લા કેટલાક સમયમાં આ જેગુઆરની ત્રીજી ઘટના છે. આ ગુજરાતના કચ્છ પહેલા પણ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં વાયુસેનાનું વિમાર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ક્રેશ થવાની થોડી વાર પહેલા જ વિમાને ઉડાન ભરી હતી. રાહતની વાત એ રહી હતી કે પાયલટ સફળતાપૂર્વક વિમાનની બહાર નીકળી ગયા હતા જેના કારણે જાનહાનિ થઈ હતી નહી.

national news gujarati mid-day