24 February, 2026 02:42 PM IST | Jharkhand | Gujarati Mid-day Online Correspondent
ઍર એમ્બુલન્સ ક્રેશ થયા બાદ (તસવીર- સ્પેશિયલ અરેંજમેન્ટ)
રાંચીથી દિલ્હી જઈ રહેલી ઍર એમ્બ્યુલન્સનો ગઇકાલે ચતરાના સિમરિયામાં અકસ્માત (Air ambulance Crash) થયો હતો. આ વિમાનમાં દર્દી, ડૉક્ટર, ૨ અટેન્ડેન્ટ અને પાઇલટ સહિત સાત લોકોનાં મોત નિપજ્યાં છે.
રાંચીથી સાત લોકો સાથેની ઍર એમ્બ્યુલન્સ ચતરા જિલ્લાના સિમરિયા પાસે ક્રૅશ થઈ ગઈ હતી. રાજ્ય વહીવટીતંત્ર તરફથી દુર્ઘટનાનો અહેવાલ પ્રાપ્ત થયો છે " તેમ એરપોર્ટ ડિરેક્ટર કુમારે પીટીઆઈને જણાવ્યું હતું. તેઓએ આગળ એમ પણ જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સનો ઍર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ તે ક્રૅશ (Air ambulance Crash) થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરો અને ક્રૂને લઈ જઈ રહેલ એક ચાર્ટર વિમાન રાંચીના એરપોર્ટથી રવાના થયું હતું. થોડાક જ સમયમાં તેનો રડાર સાથેનો સંપર્ક છૂટી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના અધિકારીઓએ સોમવારે મોડી સાંજે આ અકસ્માત (Air ambulance Crash)ની પુષ્ટિ કરી હતી. રાંચી એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર "એક મેડિકલ ફ્લાઇટ રવાના થઈ હતી. તેનો સંપર્ક આગામી સ્ટેશન સાથે સ્થાપિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નિયંત્રણ આગામી સ્ટેશનને સોંપવામાં આવ્યું હતું. પણ આ સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો રાંચી એરપોર્ટ સાથે સંપર્ક થયો ન હતો. આ અંગે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. તમામ જરૂરી SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે.
એક સત્તાવાર નિવેદનમાં DGCA દ્વારા જણાવાયું છે કે, "૨૩ તારીખના રોજ રેડબર્ડ ઍરવેઝ પ્રાઇવેટ લિમિટેડ બીચક્રાફ્ટ C90 એરક્રાફ્ટ VT-AJV ઓપરેટિંગ મેડિકલ ઇવેક્યુએશન (ઍર એમ્બ્યુલન્સ) ફ્લાઇટ સેક્ટર રાંચી-દિલ્હી પર ઝારખંડના ચતરા જિલ્લાના કસારિયા પંચાયત પાસે ક્રૅશ થયું હતું. વિમાનમાં બે ક્રૂ મેમ્બર્સ સહિત સાત લોકો સવાર હતા. આ વિમાન ભારતીય સમય મુજબ ૭.૧૧ વાગ્યે રાંચીથી ઉપડ્યું હતું. કોલકતા સાથે સંપર્ક થયા પછી ભારતીય સમય મુજબ ૭.૩૪ વાગ્યે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને વારાણસીના લગભગ 100 એનએમ દક્ષિણ-પૂર્વમાં કોલકાતા સાથે રડારનો સંપર્ક તૂટી ગયો હતો. જિલ્લા વહીવટીતંત્રની શોધ અને બચાવ ટીમ સ્થળ (Air ambulance Crash)પર છે અને AAIBની ટીમને તપાસ માટે મોકલવામાં આવી રહી છે."
સિમરિયા નજીક બનેલી આ દુર્ઘટનામાં જે સાત લોકોનાં મોત થયા છે, તેમના નામ નીચે પ્રમાણે છે.
૧. કેપ્ટન વિવેક વિકાસ ભગત
૨. કેપ્ટન સ્વરાજદીપ સિંહ
૩. સંજય કુમાર (પેશન્ટ)
૫. ધુરુ કિમર (પેશન્ટની એટેન્ડન્ટ)
૬. ડૉ. વિકાસ કુમાર ગુપ્તા (ડૉક્ટર)
૭. સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ)
સિમરિયા વિસ્તારના ગામલોકોએ પોલીસ અને વહીવટીતંત્રને વિમાન તૂટી પડવાની જાણ (Air ambulance Crash) કરી હતી. વિમાનનો કોઈ પત્તો ન મળતાં બચાવ ટીમોએ રાત્રે ૮.૦૫ વાગ્યે કામગીરી સક્રિય રીતે હાથ ધરી હતી જેમાં વિમાનને ખોળી કાઢવામાં આવ્યું હતું. વિમાનનો કાટમાળ બાદમાં ખાસીયાતુ કરમ તાંડના ગાઢ જંગલમાં મળી આવ્યો હતો.