ગોવાના બીચ પર 2 મહિનાથી ગુજરાતની આ યુવતી સ્વચ્છતાનું કેમ્પેઇન ચલાવે છે

12 October, 2019 08:10 PM IST  |  Goa | Adhirajsinh Jadeja

ગોવાના બીચ પર 2 મહિનાથી ગુજરાતની આ યુવતી સ્વચ્છતાનું કેમ્પેઇન ચલાવે છે

શ્રુતિ ચતુર્વેદી (PC : Twitter)

Goa : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતભરમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી છે. નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવાર ચેન્નઇની મુલાકાતે હતા. જ્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ચેન્નઇમાં બંને વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઓ થઇ હતી. ત્યારે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે મહાબલીપુરમ દરિયાના તટ પર પહોંચ્યા હતા તટ પાસે સ્વચ્છતા કરતા નજરે પડ્યા હતા. મોદીના આ સ્વચ્છતા અભિયાનને કરોડો લોકોએ આવકાર્યો હતો. મોદીએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. પણ આ વચ્ચે અમદાવાદની એક યુવતી ગોવામાં છેલ્લા 2 મહિનાથી બીચ ક્લીન કરવાનું અભિયાન ચલાવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે.


અમદાવાદની યુવતી છેલ્લા 2 મહિનાથી ગોવાના બિચ પર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે
પરંતુ આજે અમે તમને એક એવી ગુજરાતી યુવતીથી રૂબરૂ કરાવીશું કે જે આજથી 2 મહિલા પહેલાથી જ બિચ પર ક્લિનઅપ કરવાનું કેમ્પેઇન ચલાવી રહી છે. મુળ અમદાવાદ અને હાલ ગોવામાં સ્થાઇ થયેલી શ્રુતિ ચતુર્વેદી ગોવામાં છેલ્લા 2 મહિનાથી 30 મિનિટ ક્લિનઅપ સ્પ્રિન્ટ નામના કેમ્પેઇનને ચલાવી રહી છે. આજે તેના આ કેમ્પેઇનમાં દેશભરના અનેક યુવાનો જોડાયા છે. GujaratiMidday.com ના ડેપ્યુટી એડિટર અધિરાજસિંહ જાડેજાએ 30 મિનિટ ક્લિનઅફ સ્પ્રિન્ટ કેમ્પેઇન વિશે શ્રુતિ ચતુર્વેદી સાથે વાત કરી. તો ચાલો તમને જણાવીએ કે શું છે 30 મિનિટ ક્લિનઅફ સ્પ્રિન્ટ કેમ્પેઇન.


શ્રુતિએ પોતાનાથી સ્વચ્છતાં કેમ્પેઇનની શરૂઆત કરી
શ્રુતિ ચતુર્વેદી મુળ ગુજરાતના અમદાવાદ શહેરની છે અને છેલ્લા 1 વર્ષથી ગોવા ખાતે સ્થાયી થયેલી છે. શ્રુતિ ચતુર્વેદી પત્રકારમાંથી બિઝનસ વુમન બની અને પોતાનું સફળતા પુર્વક ChaaiPani ના નામથી સ્ટાર્ટઅપ ચલાવી રહી છે. શ્રુતિ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે તે છેલ્લા 2 મહિનાથી ગોવામાં અલગ અલગ બીચ પર જોગિંગ માટે જાય છે. દરમ્યાન તે બીચ અને આસપાસની જગ્યાઓ પર રહેલ કચરો ભેગો કરીને ડસ્ટબીનમાં નાખતી હતી અને સમય જતાં અલગ અલગ લોકો તેની સાથે જોડાતા ગયા. આજે તેના આ કેમ્પેઇનમાં દેશભરના મોટી સંખ્યામાં યુવાનો જોડાઇ ગયા છે.


30 મિનિટ ક્લિનઅપ સ્પ્રિન્ટ કેમ્પેઇનને સોશિયલ મીડિયામાં બહોળો પ્રતિસાદ મળ્યો
શ્રુતિએ વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયામાં મોટી તાકાત રહેલી છે. તેના જણાવ્યા પ્રમાણે ગત સપ્તાહે જ તેણે પોતાના આ કેમ્પેઇનને લઇને પોતાના ટ્વિટર અને ઇન્સ્ટ્રાગ્રામમાં લખ્યું હતું. જેને સોશિયલ મીડિયામાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સોશિયલ મીડિયામાં આ કેમ્પેઇન શેર કર્યા બાદ દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઘણી કોર્પોરેટ કંપનીઓ પણ આ કેમ્પેઇનમાં જોડાઇ છે. તો જે લોકો આ કેમ્પેઇનમાં પહોંચી નથી શકતા તેવા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને આ કેમ્પેઇનમાં જોડાવાની અપીલ કરી છે અને આપણા દેશને સ્વચ્છ રાખવા માટે અપીલ પણ કરી છે.

આ પણ જુઓ : PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

શ્રુતિ ચતુર્વેદીનો સંદેશો
અંતમાં શ્રુતિએ લોકોને GujaratiMidday.com ના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે ગોવા શહેરની સાથે પોત પોતાના વિસ્તાર અને શહેરને સ્વચ્છ રાખીએ. આ રવિવારે એટલે કે 13 ઓક્ટોબરના રોજ ગોવા સહિત અમદાવાદ, બેંગ્લોર, દિલ્હી, બરોડા શહેરના મોટી સંખ્યામાં લોકો 30 મિનિટ જોગિંગ કરતા કરતા 30 મિનિટ ક્લિનઅફ સ્પ્રિન્ટ કેમ્પેઇનમાં જોડાયા છે.

national news goa narendra modi