અગ્નિપથ: કેન્દ્રે સુપ્રીમ કોર્ટને કહ્યું, કોઈ નિર્ણય લેતાં પહેલાં અમને અવશ્ય સાંભળો

22 June, 2022 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્મ્ડ ફોર્સિસમાં ભરતી માટેની અગ્નિપથ યોજના વિરુદ્ધની લડાઈ હવે રસ્તાઓ બાદ કોર્ટરૂમમાં પણ પહોંચી છે.

સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: આર્મ્ડ ફોર્સિસમાં ભરતી માટેની અગ્નિપથ યોજના વિરુદ્ધની લડાઈ હવે રસ્તાઓ બાદ કોર્ટરૂમમાં પણ પહોંચી છે. કેન્દ્ર સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં કૅવિએટ દાખલ કરીને વિનંતી કરી છે કે અગ્નિપથને પડકારતી અરજીઓ પર કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં અદાલત કેન્દ્ર સરકારનો પક્ષ અવશ્ય સાંભળે.
અત્યાર સુધીમાં અગ્નિપથની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજી કરવામાં આવી છે. જોકે કૅવિએટમાં કોઈ ચોક્કસ અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઍડ્વોકેટ હર્ષ વિજય સિંહે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને અગ્નિપથ વિશે ફેરવિચાર કરવા કેન્દ્ર સરકારને આદેશ આપવાની માગણી કરતી એક અરજી કરી હતી. આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ યોજનાની જાહેરાતના કારણે દેશના અનેક ભાગમાં વિરોધ-પ્રદર્શનો 
થયાં છે. આ પહેલાં લૉયર્સ એમ. એલ. શર્મા અને વિશાલ તિવારી દ્વારા આ યોજનાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે.

national news supreme court