શું વાત કરો છો? અમિત શાહ નેપાલ અને લંકામાં બીજેપીની સરકાર રચવા માગે છે

16 February, 2021 12:23 PM IST  |  Agartala

શું વાત કરો છો? અમિત શાહ નેપાલ અને લંકામાં બીજેપીની સરકાર રચવા માગે છે

અમિત શાહ

બીજેપી તેમની પાર્ટીને પાડોશી નેપાલ અને શ્રીલંકા સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે.  એમ જણાવતાં અગરતાલામાં એક ઇવેન્ટ દરમ્યાન પક્ષના કાર્યકરોને સંબોધિત કરતાં ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ત્રિપુરાની મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું કે ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે પક્ષપ્રમુખ હતા ત્યારે અમારી વચ્ચે ચર્ચા થઈ હતી, જે દરમ્યાન તેમને કહ્યું હતું કે બીજેપી અનેક રાજ્યોમાં સત્તા પર આવી હતી, જેના જવાબમાં ગૃહપ્રધાને કહ્યું હતું કે હજી નેપાલ અને શ્રીલંકા બાકી છે. આપણે પક્ષને આ બન્ને દેશો સુધી વિસ્તારવો છે, આ બન્ને દેશોમાં પણ જીત હાંસલ કરવી છે.  

amit shah national news sri lanka nepal bharatiya janata party