હૈદરાબાદ દુષ્કર્મ કેસ વાંચીને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયા: હરિવંશ નારાયણ

02 December, 2019 02:49 PM IST  |  Mumbai

હૈદરાબાદ દુષ્કર્મ કેસ વાંચીને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયા: હરિવંશ નારાયણ

હરિવંશ નારાયણ

(જી.એન.એસ.) હૈદરાબાદમાં વેટરિનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓએ તેને જીવતી સળગાવી દીધી હતી. એના પર રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાએ ફરી એક વાર દિલ્હીની ‘નિર્ભયા’ની યાદ અપાવી. આ ઘટના વિશે તેમણે કહ્યું કે આપણે વિચારવું પડશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ.

હરિવંશે આ ઘટનાને અંદરથી ચોંકાવનારી ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યારે હું આ ઘટના વિશે વાંચું છું ત્યારે મારાં રૂંવાડાં  ઊભાં થઈ જાય છે. એ મહિલા ડૉક્ટર સાથે શું બર્બરતા કરવામાં આવી હતી. આપણે બધાએ એક વાર વિચારવાની જરૂર છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

રાજ્યસભાના ઉપાધ્યક્ષે કહ્યું કે ‘વિનોબા ભાવેએ એક વાર ૧૯૫૦ના દાયકામાં કહ્યું હતું કે આપણે પશ્ચિમના વિકાસના મૉડલને અપનાવી રહ્યા છીએ. મને ખબર નથી કે આ ઉપભોક્તાવાદી સંસ્કૃતિ અમને ક્યાં લઈ જશે. જો કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ અને આરોગ્ય ગુમાવે છે તો એ ફરીથી મેળવી શકાય, પરંતુ જો તેના જીવનનાં મૂલ્યોનો નાશ કરવામાં આવે તો તેના જીવનનું નુકસાન ક્યારેય ચૂકવી શકાય નહીં.

national news Crime News