વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચ્યા વારાણસી, કરશે કાશી વિશ્વનાથના દર્શન

27 May, 2019 10:35 AM IST  | 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચ્યા વારાણસી, કરશે કાશી વિશ્વનાથના દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શૉ દ્વારા પહોચશે કાશી વિશ્વનાથ

લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી પહોચ્યા છે. વડાપ્રધાન અહી બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે. આ સિવાય લાલપૂરના પં. દીનદયાલ હસ્તકલા સંકુલમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખતા જિલ્લા પ્રસાશન અને સ્થાનિય ભાજપા સંગઠન તરફથી તેમના ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતપુર એરપોર્ટ પહોચ્યા હતા જ્યાથી તે હેલિકોપ્ટરથી પોલીસ લાઈન મેદાન અને ત્યારબાદ કાશી વિશ્વનાથ મંદિર જશે

બનશે રોડ શૉ જેવો માહોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં પોલીસ લાઈન મેદાનથી કાશી વિશ્વનાથ પહોચશે. વડાપ્રધાન આ રસ્તો ખુલ્લી ગાડીમાં લોકોનું અભિવાદન સ્વીકાર કરતા જશે. વડાપ્રધાન મોદીની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ તેમની સાથે હાજર રહેશે. આ રોડ શૉમાં વપ્રધાન પર ફૂલોનો વરસાદ કરવામાં આવશે. આ સિવાય રસ્તામાં આવતા દરેક ચાર રસ્તા પર ભાજપનો ઝંડો લહેરાવીને મોદીનું સ્વાગત કરાશે.

આ પણ વાંચો: PM મોદી 30મેના રોજ લેશે શપથ, રાષ્ટ્રપતિ ભવનની જાહેરાત

પં. દિનદયાલ ઉપાધ્યાય હસ્તકળા સંકુલ કાર્યકર્તા સાથે કરશે વાતચીત

વડાપ્રધાન રોડ શૉ દ્વારા કાશી વિશ્વનાથના મંદિર પહોચશે. જ્યા 501 સફેદ કમળની ખાસ માળા અર્પણ કરશે. કાશી વિશ્વનાથના દર્શન પછી વડાપ્રધાન પં. દિન દયાલ ઉપાધ્યાય હસ્તકળા સંકુલ પહોચશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન વારાણસી 21મી વાર જઈ રહ્યા છે. ભાજપના સ્થાનિક નેતાઓએ વડાપ્રધાનનના સ્વાગત માટે 700 કિલો ગુલાબ અને અન્ય ફુલોની માળા બનાવવામાં આવી રહી છે. આ વર્ષે વડાપ્રધાન વારાણસીથી 1.7 લાખ વોટથી જીત્યા હતા જ્યારે 2014માં 3.71 હજાર વોટથી જીત મેળવી હતી

national news gujarati mid-day narendra modi