દિલ્હીમાં 22 વર્ષ બાદ બની મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં આગ લાગતા 43 ભડથું

08 December, 2019 04:20 PM IST  |  Delhi

દિલ્હીમાં 22 વર્ષ બાદ બની મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં આગ લાગતા 43 ભડથું

દિલ્હીમાં રહેણાંત વિસ્તારમાં લાગી આગ (PC : ANI)

રાજધાનીના રાણી ઝાંસી રોડ વિસ્તારના અનાજ માર્કેટમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગમાં 43 લોકોના મૃત્યુ થયા હતા. એલએનજેપી હોસ્પિટલના ડાયરેક્ટર કિશોર સિંહે જણાવ્યું કે મોટા ભાગના મોત શ્વાસ રૂંધાવવાને કારણે થયા છે. હોસ્પિટલમાં અન્ય દર્દીઓ માટે ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી છે. ફાયર વિભાગના પ્રમુખ અતુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગ લાગી હોવાની માહિતી સવારે 5.22 કલાકે મળી. બાદમાં ફાયર વિભાગની 30 ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. ફેક્ટરી એક મકાનમાં ચાલી રહી હતી, જેમાં 59 લોકો સૂઈ રહ્યાં હતા. જેમાં મોટા ભાગના બિહરના મજૂર હતા. ઉલ્લેખનીય છે કે 13 જૂન 1997ના રોજ દિલ્હીની ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. તેમાં 59 લોકોના મૃત્યુ થયા હતા.

દિલ્હી પોલીસે ફેક્ટરી માલિકની વિરુદ્ધ અજાણતા હત્યાનો કેસ નોંધ્યો છે. આ મામલામાં દોષિત ઠરનારને 10 વર્ષની જેલ થઈ શકે છે. ફેક્ટરી માલિક હાલ ફરાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફેક્ટરીમાં આગ શોર્ટ સર્કિટન કારણે લાગી. ઘાયલોને એલએનજેપી અને લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિક મટિરિયલ હોવાના કારણે ધુમાડો વધુ હતો, આ કારણે લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે.

વિજળી કંપનીએ શું કહ્યું
આગ બિલ્ડિંગની ઈન્ટરનલ સિસ્ટમમાં લાગી, કારણ કે મીટર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બિલ્ડિંગની સામેથી પસાર થતા વાયર અને થાંભલા પણ સુરક્ષિત છે. આગ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે લાગી, જ્યારે વિજળીના મીટર ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા છે. જો આગ મીટરથી લાગી હોત તો ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હોત, બીજા કે ત્રીજા માળે નહિ.



રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી આ ફેક્ટરીમાં સ્કૂલ બેગ અને રમકડાઓ બનાવવામાં આવે છે. ફાયર વિભાગના અધિકારી સુનીલ ચૌધરીએ જણાવ્યું કે ફેક્ટરીમાં બેગ્સ, બોટલ અને અન્ય સામાન મૂકવામાં આવ્યો હતો. આ કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. દરભંગા બિહારના રહેનાર મોહમ્મદ લાડલે એ જણાવ્યું કે તેમના 2 સાથીઓ વિશે કોઈ માહિતી નથી. ફાયર વિભાગના ચીફ અતુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગની માહિતી સવારે 5.22 કલાકે મળી હતી. બાદમાં ફાયરની 30 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.

PM મોદી અને અમિત શાહે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું




આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ઉપહાર સિનેમામાં ચાલુ ફિલ્મે આગ લાગી હતી
દક્ષિણ દિલ્હીના ગ્રીન પાર્ક સ્થિત ઉપહાર સિનેમામાં લાગેલી આગમાં 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 13 જૂન 1997ના રોજ જે સમયે આ દુર્ઘટના થઈ, થિયેટરમાં બોર્ડર ફિલ્મ ચાલી રહી હતી. આ દિવસે સવારે 6.55 વાગે થિએટર પરિસરમાં લાગેલા ટ્રાન્સફોર્મરોને વિજળી બોર્ડે રીપેર કર્યા હતા. એમ માનવામાં આવે છે કે રીપેરિંગ યોગ્ય ન થવાને કારણે સાંજે 4.55 કલાકે આ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. આ આગ સમગ્ર સિનેમા હોલમાં ફેલાઈ ગઈ હતી.

delhi