ઍક્ટ્રેસ દીપિકા-જેકલીનને બનાવાયાં મધ્ય પ્રદેશમાં નકલી મનરેગા મજદૂર

17 October, 2020 01:02 PM IST  |  Indore | Agencies

ઍક્ટ્રેસ દીપિકા-જેકલીનને બનાવાયાં મધ્ય પ્રદેશમાં નકલી મનરેગા મજદૂર

ઍક્ટ્રેસ દીપિકા-જેકલીનને બનાવાયાં મધ્ય પ્રદેશમાં નકલી મનરેગા મજદૂર

મધ્ય પ્રદેશના ખરગોનમાં મનરેગાના જોબ કાર્ડમાં કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઝિરન્યા જનપદસ્થિત પિપરખેડા નાકા પંચાયતના સરપંચ, સચિવ અને રોજગાર સહાયકે જોબ કાર્ડ પર બૉલીવુડ ઍક્ટ્રેસનો ફોટો લગાડી દીધો છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણની તસવીર એક પુરુષ લાભાર્થીના કાર્ડમાં લગાડવામાં આવી. અભિનેત્રી જેકલીનનો ફોટો પણ મળ્યો. આ તો એક મામલો છે, જોકે અધિકારીઓની સામે આવા લગભગ એક ડઝન કાર્ડ આવ્યાં છે, જેમાં ઍક્ટ્રેસ અને મૉડલના ફોટા લગાવીને લાખોની રકમ કાઢીને કૌભાંડ કરવામાં આવ્યું હોય. જિલ્લા પંચાયત સીઈઓ ગૌરવ બૈનલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે એક સપ્તાહની અંદર દોષિતો પર કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા થોડા દિવસોમાં જ રકમ કાઢવામાં આવી હોવાની વાત પ્રકાશમાં આવી છે.

national news deepika padukone jacqueline fernandez