ઍક્ટ્રેસ રામ્યાએ કયા સંદર્ભમાં પુરુષોને રખડતા કૂતરાઓ સાથે સરખાવ્યા?

09 January, 2026 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણીની ઍક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને નિંદા કરી હતી.

પોસ્ટ

રામ્યા નામે ઓળખાતી ઍક્ટ્રેસ અને પૉલિટિશ્યન દિવ્યા સ્પંદનાએ પુરુષોની સરખામણી સ્ટ્રે ડૉગ્સ સાથે કરીને વિવાદ જગાવ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણીની ઍક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને નિંદા કરી હતી.

રખડતા શ્વાનોની સમસ્યા સામેની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે એમને શેલ્ટર હોમમાં મોકલવાના નિર્ણયના સમર્થનમાં એવું નિવેદન આપ્યું હતું કે ‘રખડતા શ્વાનનો ભરોસો નહીં, એનું મગજ કળી શકાય નહીં કે એ ક્યારે કરડવાના મૂડમાં છે. એ ગમે ત્યારે કરડી શકે છે. તમે કેવી રીતે ઓળખી શકો કે કયો કૂતરો ક્યારે કયા મૂડમાં છે. એટલે જ ​પ્રિવેન્શન ઇઝ બેટર ધૅન ક્યૉર.’

આ ટિપ્પણીની સામે રામ્યાએ એવું લખ્યું હતું કે ‘પુરુષના મગજને કળવું પણ મુશ્કેલ છે. તે ક્યારે રેપ કરશે કે ક્યારે મર્ડર કરશે એ કળી શકાતું નથી તો શું આપણે તમામ પુરુષોને જેલમાં પૂરી દઈશું?’

national news india political news social media life masala supreme court