આતંકવાદ વિરુદ્ધ નવા કાયદા બાદ સૌપ્રથમ અઝહર-સઈદ પર કાર્યવાહી થઈ શકે

28 July, 2019 10:50 AM IST  |  નવી દિલ્હી

આતંકવાદ વિરુદ્ધ નવા કાયદા બાદ સૌપ્રથમ અઝહર-સઈદ પર કાર્યવાહી થઈ શકે

મસૂદની વધશે મુશ્કેલી

અનલોફૂલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ચ (યુએપીએ)માં ફેરફાર બાદ ભારત વૈશ્વિક આતંકવાદી સંગઠન મસૂદ અઝહર અને હફિઝ સઈદને પ્રાથમિકતા સાથે પ્રતિબંધિત યાદીમાં મૂકી શકે છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે અને આપણે બધા તેની સામે લડી રહ્યા છીએ. આ બંને મોટા આતંકવાદીઓ વિરુદ્ધ ભારતે આંતરરાષ્ટ્રીય લડાઈ લડી છે.

નોંધનીય છે કે લોકસભામાં પાસ કરવામાં આવેલા નવા યુએપીએ કાયદા અંતર્ગત ભારત સરકાર એવા આતંકવાદીઓ પર ટ્રાવેલ બૅન લગાવવાની સાથે સાથે તેમની સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. લોકસભામાં યુએપીએ કાયદો પાસ થયા બાદ હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં પાસ થયા બાદ આ કાયદાને અમલી બનાવવામાં આવશે.

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા બાદ તેની સંપત્તિ સીલ કરવા અને તેના પર મુસાફરી ન કરવાનો આદેશ જારી કર્યો હતો. પાકિસ્તાનમાં રહેનારા અઝહર પર હથિયાર ખરીદવા અને વેચવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ઈસ્લામિક સ્ટેટ અને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત સમિતિએ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.જૈશે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી.

azhar hafiz saeed