કાશ્મીરમાં અંદાજે ૭૦ દિવસ બાદ પોસ્ટપેઇડ મોબાઇલ-સેવા શરૂ કરાઈ

15 October, 2019 03:00 PM IST  |  મુંબઈ ડેસ્ક

કાશ્મીરમાં અંદાજે ૭૦ દિવસ બાદ પોસ્ટપેઇડ મોબાઇલ-સેવા શરૂ કરાઈ

શ્રીનગર : (જી.એન.એસ.) જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે જેને લઈને તંત્ર દ્વારા પોસ્ટપેડ મોબાઇલ-સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આજે મોબાઇલ-સેવાનો પ્રારંભ થયો છે. ઑગસ્ટથી લગાડવામાં આવેલ મોબાઇલ-સેવા પરનો પ્રતિબંધ હટાવી સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા કલમ ૩૭૦ હટાવ્યા બાદ અંદાજે ૭૦ દિવસથી સેવા બંધ હોવાથી જનજીવન પર એની અસર જોવા મળતી હતી.

જમ્મુ-કાશ્મીરમાં અંદાજે ૭૦ દિવસ બાદ આજથી મોબાઇલ-ફોનની રિંગ વાગવાની શરૂ થઈ ગઈ છે જેમાં અંદાજે ૪૦ લાખ જેટલા મોબાઇલ-ફોન ઍક્ટિવ થઈ ગયા છે. આ બધા ફોન પોસ્ટપેઇડ સેવાવાળા છે. રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પહેલાં જ પોસ્ટપેઇડ સેવા પરનો પ્રતિબંધ દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

jammu and kashmir kashmir national news