અમદાવાદ વિમાન-ક્રૅશ વિશેના ઇટલીના વર્તમાનપત્રના દાવાને AAIBએ ફગાવ્યો

14 February, 2026 11:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કહ્યું કે હજી અંતિમ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી

ફાઇલ તસવીર

ગયા વર્ષે ૧૨ જૂને ઍર ઇન્ડિયાના બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરના અમદાવાદમાં થયેલા ક્રૅશ વિશે ઇટલીના કોરિએરે ડેલા સેરા નામના વર્તમાનપત્રે કરેલા દાવાને ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે ક્રૅશની તપાસ હજી પણ ચાલુ છે અને કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી.

વર્તમાનપત્રના રિપોર્ટમાં કહેવાયું હતું કે ક્રૅશ કોઈ ટેક્નિકલ ખામીને કારણે નહીં પરંતુ પાઇલટ દ્વારા એન્જિનને ફ્યુઅલ પહોંચાડતી કન્ટ્રોલ સ્વિચ બંધ કરવાથી થયો હતો. વર્તમાનપત્રમાં જણાવ્યા અનુસાર તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે પાઇલટોમાંથી એક જણે એન્જિનની ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચ બંધ કરી હતી.

AAIBએ ગુરુવારે આ અહેવાલોને ખોટા અને કાલ્પનિક ગણાવીને ફગાવી દીધા હતા. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયા ક્રૅશની તપાસ હજી પણ ચાલુ છે અને કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. AAIBએ સ્પષ્ટતા કરી છે કે દુર્ઘટનાની તપાસ પૂરી થઈ ગઈ હોવાનો દાવો ખોટો અને અનુમાનિત છે તથા તપાસ હજી ચાલુ છે.

aircraft accident investigation bureau of india AAIB ahmedabad plane crash plane crash air india italy national news news