ચલણ કાપવાના તમામ વિક્રમો તૂટ્યા, ટ્રક પર લાગ્યો સાડા છ લાખનો દંડ

14 September, 2019 02:59 PM IST  |  ભુવનેશ્વર

ચલણ કાપવાના તમામ વિક્રમો તૂટ્યા, ટ્રક પર લાગ્યો સાડા છ લાખનો દંડ

ઓરિસ્સામાં ટ્રક પર લાગ્યો સાડા છ લાખનો દંડ

નવા મોટર વ્હીકલ એક્ટ આવ્યા બાદ વાહનોના ભારે ભરખમ રકમના ચલણ કાપવાનો સિલસિલો ચાલુ જ છે. દેશના અલગ અલગ ભાગમાંથી એક થી એક ચડે તેવા મામલાઓ સામે આવી રહ્યા છે. હવે મામલો ઓરિસ્સના સંબલપુરથી સામે આવ્યો છે જ્યાં ટ્રાફિકના નિયમો તોડવા પર નાગાલેન્ડના એક ટ્રકના માલિકને 6, 53, 100 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે આ કાર્રવાઈએ મોટી રકમના ચલણ કાપવાના હાલના તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે. આ ચલણ 10 ઑગસ્ટે કાપવામાં આવ્યું હતું. જ્યારે નવો મોટર વ્હીકલ એક્ટ પહેલી સપ્ટેમ્બરે લાગૂ પડ્યો હતો. જો કે ઘટના શનિવારે સામે આવી છે.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

સૂત્રોએ જણાવ્યું કે સંબલપુર આરટીઓએ ટ્રક નંબર NL 08 D 7079 માટે આ ચલણ ડ્રાઈવર દિલીપ કર્તા અને ટ્રક માલિક શંકર લાલ ગુપ્તાની સામે કાપ્યું. ટ્રકનો માલિક શંકર લાલ ગુપ્તા છેલ્લા પાંચ વર્ષથી રોડ ટેક્સ નહોતો આપી રહ્યો. જેથી આ રકમ 6, 40, 500 સુધી પહોંચી હતી.

national news