રાહુલ ગાંધીને પુરુષ સમર્થકે જાહેરમાં કરી કિસ, વીડિયો વાઈરલ

28 August, 2019 03:11 PM IST  |  દિલ્હી

રાહુલ ગાંધીને પુરુષ સમર્થકે જાહેરમાં કરી કિસ, વીડિયો વાઈરલ

વીડિયો થયો વાઈરલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરોધીઓ ભલે ટીકા કરતા હોય પરંતુ એવા લોકો ઓછા નથી, જેમને રાહુલ ગાંધી પસંદ હોય. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બુધવારે પોતાના મતવિસ્તાર વાયનાડની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધી પોતાની કારથી કોઈ સ્થળેથી રવાના થઈ રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધીના સુરક્ષા દળના જવાનોએ ચોંકી ઉઠ્યા. કારણ કે એક યુવાના સુરક્ષા ઘેરાને તોડીને રાહુલ ગાંધી સુધી પહોંચ્યો. એટલું જ નહીં ગાડીમાં બેઠેલા રાહુલ ગાંધીને કિસ કરી લીધી.

અહીં જુઓ વીડિયો

આ પહેલા ફેબ્રુઆરીમાં રાહુલ ગાંધી આવી જ સ્થિતિમાં મુકાયા હતા. ગુજરાતમાં રાહુલ ગાંધીને એક મહિલાએ કિસ કરી હતી. રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત પહોંચ્યા હતા. અહીં એક ચૂંટણીસભામાં તેમનું સ્વાગત થયું. કેટલીક મહિલાઓએ તેમને હાર પહેરાવ્યા. આ જ દરમિયાન એક મહિલાએ રાહુલ ગાંધીને કિસ કરી લીધી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

આ પણ વાંચોઃ સુરત હવે થશે વધુ સુરક્ષિત, શહેર પોલીસનો છે આ પ્લાન

વલસાડમાં મહિલાએ રાહુલ ગાંધીની દાઢી પકડી હતી અને પ્રેમથી તેમના ગાલ થપથપાવ્યા હતા. આ દરમિયાન કેટલીક મહિલાઓએ રાહુલ ગાંધીને હાર તોરા કર્યા હતા. આ ઘટના વલસાડ જિલ્લાના ડુંગરી ગામમાં થઈ હતી. આદિવાસી બહુમતી ધરાવતા આ વિસ્તારમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના 2019 લોકસભા ચૂંટણી દરમિયાનની શરૂઆત કરી હતી. જો કે પરિણામોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

rahul gandhi national news congress