લંડનમાં કથિત હેકરે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી પંચે ફગાવ્યો દાવો

21 January, 2019 09:56 PM IST  | 

લંડનમાં કથિત હેકરે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી પંચે ફગાવ્યો દાવો

ફરી ઉઠ્યા EVM પર સવાલ

દરેક ચૂંટણી પહેલા આમ તો રાજનૈતિક દળો ઈવીએમ પર સવાલો ઉઠાવતા હોય છે. પરંતુ હવે લંડનમાં રહેતા એક ભારતીય હેકરે આરોપ લાગવ્યો છે અને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસને મળેલી જીતનો શ્રેય પોતે લઈ લીધો છે. તેણે દાવો કર્યો છે કે તેની ટીમે કૉંગ્રેસને બચાવી લીધી. જો કે આ બધા વચ્ચે કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલની ત્યાં હાજરીને લઈને સવાલો ઉભા થયા છે.

ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ આ દાવાને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો અને કહ્યું કે ભારતીય લોકતંત્રને બદનામ કરવા માટે રાહુલ ગાંધીએ તેને ત્યાં મોકલ્યો છે. જ્યારે ચૂંટણી આયોગે હેકરના આ દાવાઓની સામે કાયદાકીય કાર્રવાઈ કરવાની વાત કરી ઈવીએમમાં છેડછાડ ન થઈ શકતી હોવાનો દાવો કર્યો છે.

મહત્વનું છે કે લંડનમાં સ્કાઈપના માધ્યમથી પ્રેસ કૉંફ્રેન્સ કરીનારા કથિત ભારતીય હેકરે 2014ની ચૂંટણી પણ હેક થઈ હોવાનું કહ્યું હતું. જો કે ચૂંટણી પંચે તેના આ દાવાને ફગાવ્યો છે.

તો કૉંગ્રેસે પણ સ્પષ્ટતા કરી છે કે આ કાર્યક્રમ સાથે તેને કોઈ લેવાદેવા નથી. કપિલ સિબ્બલે પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ ખાનગી આમંત્રણના કારણે ત્યાં ગયા હતા. કૉંગ્રેસે આ મામલાની તપાસની માંગ કરી છે.

national news congress bharatiya janata party