VIDEO: ઢોલ નગાડા સાથે શ્વાનની કાઢી અંતિમ યાત્રા, દ્રશ્યો જોઈ થઈ જશો ભાવુક

09 August, 2022 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પરલાખેમુંડીમાં રહેતા પરિવારે 17 વર્ષ પહેલા `અંજલિ` નામનો કૂતરો પાળ્યો હતો. આ પરિવાર અને અંજિલ વચ્ચે એવી મિત્રતા કેળવી કે તે પરિવારનો સભ્ય બની ગઈ. અંજલિ પણ દરેક નાના-નાના નિર્ણયમાં સામેલ થઈ જતી.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

જો તમે પ્રાણીઓ સાથે મિત્રતા કરો છો, તો તેઓ વિશ્વના શ્રેષ્ઠ મિત્રો બની જાય છે. કૂતરા અને માણસોએ આ વાત વારંવાર સાબિત કરી છે. કૂતરાની તેના માલિક પ્રત્યેની વફાદારી અને તેના માલિકનો તેના પ્રત્યેનો પ્રેમ કંઈ નવી વાત નથી, પરંતુ કેટલાક કિસ્સાઓ એવા છે જે મિશાલ બની જાય છે. 

આવો જ એક કિસ્સો ઓડિશાના પરાલાખેમુંડીમાંથી સામે આવ્યો છે. જ્યારે અહીં રહેતા એક પરિવારે પોતાના પાલતુ કૂતરાના મોત પર રિતિ રીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢી હતી. આ ભાવુક દ્રશ્યો જોઈ દરેકની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

પાલતુ કૂતરો 17 વર્ષ સુધી સાથે રહ્યો
મળતી માહિતી મુજબ, પરલાખેમુંડીમાં રહેતા પરિવારે 17 વર્ષ પહેલા `અંજલિ` નામનો કૂતરો પાળ્યો હતો. આ પરિવાર અને અંજિલ વચ્ચે એવી મિત્રતા કેળવી કે તે પરિવારનો સભ્ય બની ગઈ. અંજલિ પણ દરેક નાના-નાના નિર્ણયમાં સામેલ થઈ જતી. દરેક નાની-નાની વાતમાં તેનું ધ્યાન રાખવામાં આવતું હતું.

મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયો 
17 વર્ષ પછી જ્યારે અંજલિનું અવસાન થયું ત્યારે પરિવાર ધ્રૂસકે ધ્રુસકે રડી પડ્યો. પરિવારના સભ્યોએ તેમને અંતિમ વિદાય આપવા માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા અને અંજલિની અનોખી સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. કૂતરાના માલિક તુન્નુ ગૌડાએ તેના મૃતદેહને પોતાના હાથમાં લઈને સ્મશાનભૂમિમાં લઈ જઈને હિંદુ વિધિ પ્રમાણે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

national news odisha