World Cup 2019:ટીમ ઈન્ડિયાની આ ટીશર્ટ પર રાજકીય વિવાદ, આ પક્ષોને વાંધો

26 June, 2019 08:12 PM IST  | 

World Cup 2019:ટીમ ઈન્ડિયાની આ ટીશર્ટ પર રાજકીય વિવાદ, આ પક્ષોને વાંધો

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની મેચમાં બીજી ટી શર્ટ પહેરીને મેદાન પર ઉતરવાની છે. આ ટીશર્ટમાં સ્લિવ્ઝ અને પાછળનો રંગ કેસરી છે. જો કે મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાની ટીશર્ટને લઈ રાજકીય વિવાદ સર્જાયો છે. ટીમ ઈન્ડિયાની કેસરી જર્સી પર સમાજવાદી પાર્ટીએ ભગવો રંગ વાપરવાને લઈ કહ્યું છે કે BCCIએ કેન્દ્ર સરકારને ખુશ કરવા માટે આવું કર્યું છે. તો બીજી તરફ ભાજપે આ આરોપ ફગાવી દીધા છે. જો કે આ મામલે ICC પણ જવાબ આપ્યો છે. ICCએ કહ્યું કે જર્સીના સંગની પસંદગી ICCએ કરી છે, અને તેને BCCIને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ સામે ભારતની વનડે બર્મિંઘમમાં 30 જુલાઈ સામે રમવાનું છે.

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે કેવી ટીશર્ટ પહેરીને રમવા ઉતરશે તે મામલે હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી મળી. સોશિયલ મીડિયામાં આ ડ્રેસની જુદી જુદી તસવીરો શૅર થઈ રહી છે. ICCના કહેવા પ્રમાણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની જર્સીનો રંગ ઓરેન્જ જ હશે. ICCના નિયમ પ્રમાણે વર્લ્ડ કપમાં બે ટીમ એક જ રંગની જર્સી પહેરીને મેદાન પર ન રમી શકે. જેને કારણે એક ટીમની જર્સીનો રંગ બદલવો જોઈએ. આ નિયમ ફૂટબોલમાંથી લેવામાં આવ્યો છે. આવા કિસ્સામાં યજમાન ટીમને પોતાની જ જર્સી પહેરાવાની પરવાનગી હોય છે. આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા પણ બાંગ્લાદેશ સામે બીજી જર્સી પહેરીને રમ્યું હતું. જો કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝની જર્સી ક્યારેય નહીં બદલાય, કારણ કે તેમનો રંગ અન્ય ટીમો જોડે મેચ નથી થતો.

આ પણ વાંચોઃ 36 વર્ષ પહેલા આજના જ દિવસે લોર્ડ્સ માં ભારતીય ક્રિકેટ ટીમે રચ્યો હતો ઇતિહાસ

ભારતીય ટીમની જર્સીના કલર પર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ કહ્યું કે પીએમ મોદી આખા દેશને ભગવો રંગ આપવા ઈચ્છે છે. તિરંગામાં બીજા રંગ પણ તો છે, તો પછી ભગવો રંગ જ કેમ ? જો તિરંગાના રંગમાં ખેલાડીઓની જર્સી હોત તો વધુ સારુ હતું. કોંગ્રેસના નેતા નસીમ ખાને કહ્યું કે જ્યારથી દેશમાં મોદી સરકાર આવી છે ત્યારથી ભગવાની રાજનીતિ શરૂ થઈ છે. તિરંગાનું સન્માન કરવું જોઈએ. તો ભાજપા નેતા રામ કદમે કહ્યું કે ભગવા રંગ પર કોઈને મુશ્કેલી ન હોવી જોઈએ. રમતગમતને આનાથી દૂર રાખવું જોઈએ. શિવસેનાના નેતા ગુલાબરાવ પાટિલે કહ્યું કે ભારતીય ખેલાડીઓની જર્સી ભગવા રંગની હોવા અંગે કોઈ રાજકારણ ન થવું જોઈએ.

sports news national news congress bharatiya janata party samajwadi party team india