પાર્ટી હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે એ સર્વમાન્ય રહેશેઃ સિંધિયા

06 September, 2019 11:40 AM IST  |  નવી દિલ્હી

પાર્ટી હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે એ સર્વમાન્ય રહેશેઃ સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયા

કૉન્ગ્રેસમાં અત્યારે ખેંચતાણ ચાલી રહી છે. કૉન્ગ્રેસના મધ્ય પ્રદેશના યુનિટના અધ્યક્ષને લઈને પાર્ટીના નેતાઓમાં ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે પાર્ટીની હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે એ સર્વમાન્ય રહેશે. રાજ્યમાં કૉન્ગ્રેસના અધ્યક્ષને લઈને ચાલી રહેલી ચર્ચાઓમાં એક નામ સિંધિયાનું પણ છે.

આ પણ વાંચો : પી. ચિદમ્બરમ સીબીઆઇ કસ્ટડીમાં રહેશે, આવતી કાલે થશે સુનાવણી

ગઈ કાલના બે દિવસીય પ્રવાસ પર ગ્વાલિયર પહોંચેલા સિંધિયાનું સ્ટેશન પર કાર્યકર્તાઓએ જોરદાર સ્વાગત કર્યું. આ દરમિયાન પત્રકારોએ નવા પ્રદેશ અધ્યક્ષને લઈને સરકારને પ્રશ્ન પૂછ્યો તો સિંધિયાએ કહ્યું કે ‘પાર્ટી હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે તે સર્વમાન્ય રહેશે.’ રાજ્યમાં સિંધિયા સમર્થક સતત પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ સિંધિયાને બનાવવા માટે માગણી કરી રહ્યા છે. ગ્વાલિયરમાં જ્યાં સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માગનાં પોસ્ટર-હૉર્ડિંગ્સ લાગ્યાં છે, તો ઘણાં સ્થાનો પર ધરણાં પણ થઈ રહ્યાં છે.

jyotiraditya scindia national news