પી. ચિદમ્બરમ સીબીઆઇ કસ્ટડીમાં રહેશે, આવતી કાલે થશે સુનાવણી

નવી દિલ્હી | Sep 04, 2019, 16:58 IST

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પી. ચિદમ્બરમ પાંચ સપ્ટેમ્બર સુધી સીબીઆઇની કસ્ટડીમાં રહેશે અને એ દિવસે જ આ મામલે સુનાવણી કરાશે.

પી. ચિદમ્બરમ
પી. ચિદમ્બરમ

સુપ્રીમ કોર્ટમાં એકવાર ફરી મંગળવારે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના મામલામાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પી. ચિદમ્બરમ પાંચ સપ્ટેમ્બર સુધી સીબીઆઇની કસ્ટડીમાં રહેશે અને એ દિવસે જ આ મામલે સુનાવણી કરાશે. 

સોમવારે સુપ્રીમ કોર્ટથી પી. ચિદમ્બરમને કેટલીક રાહત મળી હતી અને ચિદમ્બરમ તિહાડ જેલ જવાથી બચી ગયા હતા. તેને લઈને સીબીઆઇએ જે વિરોધ દર્શાવ્યો હતો તેના પર મંગળવારે સુનાવણી થઈ. કોર્ટમાં સીબીઆઇએ અપીલ કરી હતી કે ભૂતપૂર્વ નાણાપ્રધાનને ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પી. ચિદમ્બરમ ૫ સપ્ટેમ્બર સુધી સીબીઆઇની કસ્ટડીમાં જ રહેશે અને એ દિવસે કેસની સુનાવણી કરાશે.

મંગળવારે સોલિસિટર જનરલ તુષાર મહેતા તરફથી કહેવામાં આવ્યું કે પી. ચિદમ્બરમ તરફથી સોમવારે જ અંતરિમ જામીન માટે અપીલ કરાઈ હતી. જેના પર રાઉજ અવેન્યુ કોર્ટમાં સુનાવણી થવાની છે.

આ પણ વાંચો : હવે GST રિફંડ માટે થશે સિંગલ વિન્ડો, નહીં જોવી પડે લાંબી રાહ

કોર્ટમાં સીબીઆઇએ કહ્યું કે હવે તેમને પી. ચિદમ્બરમની કસ્ટડી નથી જોઈતી. એવામાં પી. ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે આ તર્કને સાંભળવાથી ઇનકાર કરી દીધો અને ૫ સપ્ટેમ્બર સુધી આ મામલાને ટાળ્યો.
નોંધનીય છે કે જો કોર્ટ તરફથી પી. ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે તો ભૂતપૂર્વ નાણાપ્રધાનને તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવશે. જ્યારે હાલ તે સીબીઆઇની કસ્ટડીમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK