BJP ડાકુઓની પાર્ટી છે, ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા:મમતા

22 July, 2019 08:21 AM IST  |  કોલકાતા

BJP ડાકુઓની પાર્ટી છે, ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા:મમતા

મમતા બેનર્જી

લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોલકાતામાં એક રેલીને સંબોધી હતી. સ્વાભાવિક રીતે જ મમતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, રેલીમાં સમર્થકોને આવતા રોકવા માટે ભાજપના કાર્યકરોએ ટ્રેનને અટકાવી રાખી છે. જેના કારણે હજી હજારો લોકો રેલીમાં પહોંચી શક્યા નથી.

મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, ભાજપ ડાકુઓની પાર્ટી છે. ભાજપ જણાવે કે ચૂંટણી લડવા માટેના કરોડો રૂપિયા કેવી રીતે તેની પાસે આવી રહ્યા છે. સાથે-સાથે તેમણે કહ્યુ હતુ કે, તમામ પાર્ટીઓમાં ડાબેરી પાર્ટીઓ સૌથી ખરાબ છે. કારણકે તેના કાર્યકરો અને ગુંડાઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે. મમતા બેનરજીની પહેલા તેમના ભત્રીજા અભિષેક બેનરજીએ રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, પાર્ટીના કાર્યકરો જ અમારી તાકાત છે અને હું ભાજપને પડકાર આપુ છું કે , ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી લડે. હું તેમને દરેક ચૂંટણીમાં હરાવી શકું છું.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

૧૯૯૩માં લેફ્ટ સરકારના કાર્ય કાળમાં થયેલા ફાયરિંગમાં કોંગ્રેસના ૧૩ કાર્યકરો માર્યા ગયા હતા. આ ઘટનાને ૨૨ જુલાઈએ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

mamata banerjee trinamool congress national news