રંજન ગોગોઈને બદનામ કરવા માટે વકીલને મળી હતી દોઢ કરોડ રૂપિયાની ઑફર

22 April, 2019 10:55 AM IST  | 

રંજન ગોગોઈને બદનામ કરવા માટે વકીલને મળી હતી દોઢ કરોડ રૂપિયાની ઑફર

રંજન ગોગોઈ

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સામે જાતીય સતામણીના આરોપના મામલે ગઈ કાલે બોલાવાયેલી અસાધારણ સુનાવણીમાં ગોગોઈએ કહ્યું હતું કે મોટી શક્તિઓ દ્વારા સીજીઆઈ ઑફિસને નિષ્ક્રિય બનાવવા માટે ઘડાયેલું આ કાવતરું છે.

મહિલા કર્મર્ચારી દ્વારા સોગનનામાના આધારે કેટલાક સમાચાર પૉર્ટલ દ્વારા આક્ષેપો કર્યા પછી બોલાવાયેલી આ સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે જોકે કોઈ ગેગ ઑર્ડર ન આપવાનું નક્કી કર્યું હતું. અદાલતે અંદાજે ૩૦ મિનિટ સુધી સુનાવણી હાથ ધરી હતી જેમાં ગોગોઈએ ઉપરોક્ત મુજબ જણાવ્યું હતું.

સીજેઆઈએ જણાવ્યું હતું કે ‘તેમની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આગામી સપ્તાહે ઘણા સંવેદનશીલ કેસો સંભાળવાના છે. વળી લોકસભા ચૂંટણી આડે છેલ્લાં કેટલાંક સપ્તાહો બાકી છે ત્યારે આ આક્ષેપ એક ષડ્યંત્ર છે.

આ પણ વાંચો : વોટર્સ-ઍમ્બૅસૅડર ચેતેશ્વર પુજારાને ત્યાં જ વોટિંગ-સ્લિપ નથી પહોંચી

દરમ્યાનમાં આસારામ બાપુ સામે જાતીય સતામણીનો કેસ કરનાર ફરિયાદી પક્ષે લડી ચૂકેલા ધારાશાસ્ત્રી ઉત્સવ બેન્સે એવો દાવો કર્યો હતો કે થોડા દિવસો પહેલાં જ તેમને સીજેઆઈને સેક્સુઅલ હેરેસમેન્ટના કેસમાં ફ્રેમ કરવા માટે ૧.૫ કરોડની લાંચની ઑફર કરવામાં આવી હતી. જોકે તેમણે આવી ઑફર કરનારની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમને આ મોટું ષડ્યંત્ર હોવાનું લાગતાં તેમણે તે ઑફર ફગાવી દીધી હતી.

national news supreme court