આતંકવાદ સામે એક થાઓ : પીએમ મોદી

28 September, 2019 10:07 AM IST  |  મુંબઈ ડેસ્ક

આતંકવાદ સામે એક થાઓ : પીએમ મોદી

વડા પ્રઝાન નરેન્દ્ર મોદી

બ્લૅક સૂટને બદલે મોદી કુરતા-જૅકેટમાં સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘને સંબોધન માટે બ્લૅક સૂટ જેવા પહેરવેશને બદલે એમના ફેવરિટ અને ‘મોદી કુરતા-જૅકેટ’નો ડ્રેસ પહેરવાનું પસંદ કર્યું હતું. ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાને સંબોધન વેળામોદીએ કાળો બંધ ગળાના કોટ સાથેનો સૂટ પહેર્યો હતો. ગઈકાલે વડા પ્રધાને એમનો ટિપિકલ અડધી બાંય વાળો કુરતો, ચુડીદાર અને ઝીણા ટપકાં વાળું ડાર્ક બ્લુ જૅકેટ પહેર્યા હતા. અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે મીટિંગ અને ગ્લોબલ ગોલકીપર અવૉર્ડ સ્વીકારતી વેળા ઑલ બ્લૅક સૂટ પહેર્યો હતો.

મુંબઈઃ (પી.ટી.આઈ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના ૭૪મા સત્રને સંબોધતાં આતંકવાદ સામેની લડતમાં તમામ દેશોને એકજૂટ થવાનો અનુરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ આતંકવાદને ફક્ત એક દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ સામેનો વિકરાળ પડકાર ગણાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના જે સિધ્ધાંતોને આધારે કરવામાં આવી હતી એ સિધ્ધાંતો પર આતંકવાદ પ્રહારરૂપ હોવાનું વડા પ્રધાને જણાવ્યું હતું. મોદીએ ૧૮૯૩માં રાષ્ટ્ર સંઘ સમક્ષ સ્વામી વિવેકાનંદના વક્તવ્યને પણ યાદ કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસંઘની મહાસભાને બીજી વખત સંબોધનમાં હિન્દી ભાષામાં પ્રવચન કર્યું હતું. અગાઉ ૨૦૧૪માં રાષ્ટ્રસંઘની મહાસભા સમક્ષ ભારતના વડા પ્રધાન તરીકે મોદીએ પ્રથમ પ્રવચન કર્યું હતું. ભારતે ૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા સમક્ષ રજૂ કરેલો ‘કૉમ્પ્રીહેન્સિવ કન્વેન્શન ઑન ઇન્ટરનૅશનલ ટેરરિઝમ’ નામે દસ્તાવેજનો મુસદ્દો ફક્ત બ્લુપ્રિન્ટ તરીકે રહ્યો છે. કારણકે રાષ્ટ્રસંઘના સભ્ય દેશો એ બાબતે સર્વસંમતી કેળવી શક્યા નહોતા. ‘કૉમ્પ્રીહેન્સિવ કન્વેન્શન ઑન ઇન્ટરનૅશનલ ટેરરિઝમ’ના દસ્તાવેજનો મુસદ્દો આતંકવાદના તમામ પ્રકારોને અપરાધ ગણવા ઉપરાંત આતંકવાદીઓ, એમને નાણાં પુરવઠો આપનારા, એમના ટેકેદારો, એમને શસ્ત્રો, નાણાં તથા આશ્રય આપનારા પરિબળોને ખતમ કરવાના ઉદ્દેશથી ઘડવામાં આવ્યો છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘ભારતે વિશ્વને યુધ્ધનો નહીં બુધ્ધનો સંદેશ આપ્યો છે. શાંતિનો સંદેશ આપ્યો છે. એથીજ ભારત આતંકવાદના દૂષણ સામે વિશ્વને સતર્ક કરવા અવાજ ઉઠાવે છે. એથી માનવતાના રક્ષણ અને જતન માટે આતંકવાદને ખતમ કરવા તમામ રાષ્ટ્રોએ એકજૂટ થવાની જરૂર છે. જેમની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે એ મહાત્મા ગાંધીનો અહિંસા અને સત્યનો સંદેશ આજે પણ વિશ્વમાં શાંતિ, વિકાસ અને પ્રગતિ માટે પ્રસ્તુત છે.’

narendra modi terror attack