UP: મોદીએ કુંભમાં લગાવી ડૂબકી, સફાઇકર્મીઓના પગ ધોઈ તેમનો માન્યો આભાર

24 February, 2019 05:48 PM IST  |  પ્રયાગરાજ

UP: મોદીએ કુંભમાં લગાવી ડૂબકી, સફાઇકર્મીઓના પગ ધોઈ તેમનો માન્યો આભાર

મોદીએ કુંભમાં કરી પૂજા-અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તરપ્રદેશના એક દિવસીય પ્રવાસ પર છે. તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં ડુબકી લગાવી અને મા ગંગાની પૂજા-અર્ચના કરી. મોદીએ સફાઇ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર પણ માન્યો.

મોદીએ સ્વચ્છતાકર્મીઓના પગ ધોઈને માન્યો આભાર

 

આ પ્રસંગે મોદીએ દિવ્ય અને ભવ્ય કુંભમાં લાગેલા સ્વચ્છતાકર્મચારીઓ, સ્વચ્છતાના આગ્રહીઓ અને સુરક્ષાકર્મીઓને સન્માનિત કર્યા. 2 મિનિટની વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી. મોદીએ કહ્યું કે તપની સાથે પ્રયાગનગરીનો સંબંધ રહ્યો છે. જે જગ્યાએ 20-22 કરોડ લોકો ભેગા થયા હોય, ત્યાં સફાઈ બહુ મોટી વાત છે. તમે સાબિત કરી દીધું છે કે અશક્ય કશું પણ નથી. કર્મયોગીઓ-સ્વચ્છાગ્રહીઓની મહેનતની જાણ મને દિલ્હીમાં થતી હતી. મોદીએ કહ્યું કે મીડિયામાં પણ મેં જોયું છે કે આ વખતે લોકોએ કુંભની સફાઈની ચર્ચા કરી. આ વખતે કુંભની ઓળખ સ્વચ્છ કુંભ તરીકે થઈ છે.

મોદીએ ગંગા નદીમાં લગાવી 5 ડૂબકી

 

વડાપ્રધાને પૂજા-આરતી વખતે ભગવા રંગની શાલ ઓઢી અને સંબોધન સમયે ભગવા વસ્ત્રો પણ ધારણ કર્યા. વડાપ્રધાને સંગમ પર પૂજા કરી તે દરમિયાન ભીડ પાડોશી દેશના મુર્દાબાદના નારા લગાવી રહી હતી. ભીડનો અવાજ ખાસે દૂર પૂજાના પંડાલ સુધી પહોંચતો રહ્યો. ત્રિવેણી પૂજા પૂરી કરયા પછી મોદીએ ચેન્જિંગ રૂમમાં જઇને કપડા બદલ્યા અને સંગમ આરતીની પૂજા સંપન્ન થયા પછી પૂજારીઓને દક્ષિણા આપી. પૂજારી સાથે સંક્ષિપ્તમાં વાતચીત પણ કરી.

પ્રયાગરાજમાં મોદી

આ પહેલા મોદીએ ગોરખપુરમાં વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. આ હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. મોદીએ કહ્યું કે ખેડૂતોને આપવામાં આવેલા રાહતની રકમ હું પાછી ન લઈ શકું. અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપજો. મોદીએ ગોરખપુરમાં 10 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ પણ કર્યો.

narendra modi kumbh mela uttar pradesh gorakhpur