UNમાં ભારતના પ્રહાર પછી અમેરિકી સંસદે પાકિસ્તાન વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો

30 March, 2019 10:48 AM IST  | 

UNમાં ભારતના પ્રહાર પછી અમેરિકી સંસદે પાકિસ્તાન વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો

ફાઈલ ફોટો

સ્ટેટ પૉલિસીરૂપે આતંકવાદનો ઉપયોગ કરતા પાકિસ્તાનને ગઈ કાલે બેવડો આંચકો લાગ્યો હતો. ટેરર ફન્ડિંગવિરોધી ઠરાવના UNમાં સ્વીકાર બાદ અમેરિકાની સંસદમાં સભ્ય સ્કૉટ પેરીએ પાકિસ્તાનવિરોધી ઠરાવ રજૂ કર્યો હતો. એ ઠરાવમાં આતંકવાદી છાવણીઓ નષ્ટ કરવાની માગણીનો સમાવેશ છે. UNમાં ટેરર ફન્ડિંગને પ્રભાવક રીતે ડામવા અને એ બાબતના માપદંડો નિર્ધારિત કરવાની દિશામાં ફાઇનૅન્શિયલ ઍક્શન ટાસ્ક પોર્સ (FATF)ને મહત્વની ભૂમિકા સોંપવા સંબંધી દરખાસ્તનું ભારતે સ્વાગત કર્યું હતું. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અકબરુદ્દીને એ દરખાસ્તનું સ્વાગત કરતાં પાકિસ્તાનને અપરાધી વર્તનનું બંધાણી (હૅબિચ્યુઅલ ઑફેન્ડર) ગણાવ્યું હતું.

UNમાં દરખાસ્તો રોકતું ચીન આતંકવાદીઓને આશ્રય આપે છે : અમેરિકા

JeMના વડા મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસને વારંવાર રોકવાનું ચીનનું પગલું પર હિંસક ઇસ્લામી સંગઠનોને પ્રતિબંધો અને નિયંત્રણોથી બચાવવાના અને આતંકવાદીઓના રક્ષણ-આશ્રય સમાન હોવાનું અમેરિકાના વિદેશપ્રધાન માઇક પૉમ્પિયોએ જણાવ્યું હતું. પૉમ્પિયોના એ આરોપને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગૅન્ગ શુઆન્ગે રદિયો આપ્યો હતો.

માઇક પૉમ્પિયોએ બુધવારે જણાવ્યું હતું કે ચીન પોતાની ભૂમિ પરના દસ લાખ કરતાં વધારે મુસલમાનોને પશુ સમાન સ્થિતિમાં રાખે છે અને બીજી બાજુ હિંસક ઇસ્લામી સંગઠનોને નિયંત્રણો અને પ્રતિબંધોથી બચાવે છે. ચીનના JeM ચીફ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની દરખાસ્તને રોકવાના ચીનના પગલાના અનુસંધાનમાં અમેરિકાના વિદેશપ્રધાને ચીન પર આરોપ મૂક્યો હતો. એ આરોપના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગૅન્ગ શુઆન્ગે જણાવ્યું હતું કે ‘અમે સિક્યૉરિટી કાઉન્સિલના નિયમો પ્રમાણે ટેક્નિકલ હોલ્ડનો ઉપયોગ કર્યો છે. એનો અર્થ એવો નથી કે આવી દરખાસ્તો પર ટેક્નિકલ હોલ્ડ મૂકનારા દેશો આતંકવાદીઓને રક્ષણ અને આશ્રય આપે છે. અમે સંબંધિત પક્ષોને મંત્રણા માટે પૂરતી મોકળાશ રહે એ માટે દરખાસ્તો રોકીએ છીએ. સંવાદ દ્વારા સમસ્યાના સમાધાન માટે ચીન તમામ સંબંધિત પક્ષોના સંપર્કમાં છે.’

આ પણ વાંચો : ચંદ્રયાન-2: આગામી મહિને ચૂંટણી દરમ્યાન ચંદ્ર ઉપર યાન મોકલાશે

ટેરર ફન્ડિંગ કેસમાં LeTના ત્રણ સહયોગી દોષી : ૧૫ લાખ રૂપિયા દંડ

ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ (FEMA), ૧૯૯૯ હેઠળ સ્થપાયેલી એડજ્યુડિકેટિંગ ઑથોરિટીએ ગઈ કાલે હવાલા દ્વારા ટેરર ફન્ડિંગ કેસમાં LeTના ઑપરેટિવ અને તેના બે સાથીઓને દોષી ઠેરવીને તેમને પંદર લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. EDનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઑથોરિટીએ ત્રણ આરોપીઓમાંથી મોહમ્મદ અયુબ મીરને પાંચ લાખ રૂપિયા, બેછરાજ બેન્ગનીને સાત લાખ રૂપિયા અને હરબંસ સિંહને ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. 2૦૦2ની બીજી જૂને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે બેછરાજ બેન્ગનીના ડ્રાઇવર હરબંસ સિંહ પાસેથી સાત લાખ રૂપિયા લેતાં મોહમ્મદ અયુબ મીરની ધરપકડ કરીને ટેરર ફન્ડિંગનો કેસ નોંધ્યો હતો.

united nations pakistan national news