હોબાળાને કારણે RSમાં ન રજૂ થયું ત્રણ તલાક બિલ, સંસદ બુધવાર સુધી સ્થગિત

31 December, 2018 03:12 PM IST  | 

હોબાળાને કારણે RSમાં ન રજૂ થયું ત્રણ તલાક બિલ, સંસદ બુધવાર સુધી સ્થગિત

ભાજપ-કોંગ્રેસે જાહેર કર્યું છે વ્હિપ

રાજ્યસભામાં હોબાળો થવાને કારણે ત્રણ તલાક બિલ આજે રજૂ ન થઈ શક્યું. ત્યારબાદ ડેપ્યુટી સ્પીકરે ગૃહની કાર્યવાહીને બુધવાર સુધી સ્થગિત કરી દીધી. હવે સરકાર શક્યતઃ બુધવારે આ બિલને રાજ્યસભામાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે ગયા ગુરૂવારે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. 

ભાજપ અને કોંગ્રેસે રાજ્યસભાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હિપ જાહેર કર્યું છે. આ મામલે પક્ષની રણનીતિ નક્કી કરવા કોંગ્રેસના સાંસદોની બેઠક પણ યોજાઈ હતી. આજે પણ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદની ચેમ્બરમાં આજે પણ કોંગ્રેસના સાંસદોની બેઠક યોજાશે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી વડા પ્રધાન બનવા સર્વગુણ સંપન્ન છેઃ શશિ થરૂર

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આ સમયે રાજ્યસભામાં હાજર ન રહ્યા. નાયડુના સાસુનું નિધન થવાથી તેમના હાજર રહેવાની શક્યતા ઓછી છે, એટલે રાજ્યસભાનું સંચાલન હરિવંશ સંભાળી શકે છે. ગુરુવારે વિપક્ષના વૉક આઉટ વચ્ચે લોકસભામાં આ બિલ પસાર થઈ ચૂક્યુ છે.

Rajya Sabha congress bharatiya janata party