હાઈ-સ્પીડ ટ્રેન-18ની ટિકિટના ભાવ શતાબ્દી એક્સપ્રેસ કરતાં 50 ટકા વધુ

28 January, 2019 11:36 AM IST  | 

હાઈ-સ્પીડ ટ્રેન-18ની ટિકિટના ભાવ શતાબ્દી એક્સપ્રેસ કરતાં 50 ટકા વધુ

હાઈ-સ્પીડ ટ્રેન-18

ભારતમાં ઉત્પાદિત હાઈ-સ્પીડ ટ્રેન-18ની ટિકિટ શતાબ્દી ટ્રેનોના એક્ઝિક્યુટિવ અને ચૅર ક્લાસના ટિકિટદરથી પચાસ ટકા વધારે મોંઘી રહેશે. ટ્રેન- 18ના એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટનો દર 28૦૦થી 29૦૦ રૂપિયા અને ચૅરકારનો દર 1600થી 1700 રૂપિયા વચ્ચે રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી અને દિલ્હી વચ્ચે દોડનારી પ્રથમ ટ્રેન-18ને નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપે એ માટે વડા પ્રધાનની ઑફિસનો સંપર્ક કરવામાં આવ્યો છે. હવે સેફ્ટી ક્લિયરન્સ, ટ્રાયલ્સ અને ટેસ્ટ્સ પૂર્ણ થતાં નવી હાઈ-સ્પીડ ટ્રેન સક્રિય થવાની તૈયારી છે.

દિલ્હી અને વારાણસી વચ્ચેનું 755 કિલોમીટરનું અંતર આઠ કલાકમાં પૂરું કરનારી ટ્રેન-18 એ રૂટ પર ફક્ત બે સ્ટેશન્સ કાનપુર અને પ્રયાગરાજ પર ઊભી રહેશે. હાલમાં દિલ્હી અને વારાણસી વચ્ચેની સૌથી ફાસ્ટ ટ્રેન એ અંતર 11.30 કલાકમાં પાર કરે છે. ઑટોમૅટિક દરવાજા, ડબ્બામાં વાઇ-ફાઇ, GPS આધારિત માહિતીતંત્ર અને મૉડ્યુલર ટૉઇલેટ ધરાવતી ઇલેક્ટ્રિક ટ્રૅક્શન પર દોડનારી મહત્તમ કલાકના 200 કિલોમીટરની સ્પીડ ધરાવતીટ્રેન-18નું પરીક્ષણ રિસર્ચ ડિઝાઇન્સ ઍન્ડ સ્ટૅન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનમાં કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વૈષ્ણોદેવીના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત : સુરતનાં બે જણનાં મોત

ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં બનાવવામાં આવનારી આ નવીહાઈ-સ્પીડ ટ્રેનો આવતા વર્ષથી દેશમાં શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોનું સ્થાન લેશે.

national news delhi varanasi