કાલે રાજ્યસભામાં રજૂ થશે ટ્રિપલ તલાક બિલ

30 December, 2018 03:28 PM IST  | 

કાલે રાજ્યસભામાં રજૂ થશે ટ્રિપલ તલાક બિલ

લોકસભા

ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસે લોકસભા અને રાજ્યસભાના પોતાના બધા સાંસદોને 31 ડિસેમ્બરે સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કરી છે. કૉંગ્રેસે સાંસદોને ત્રણ લાઈનની વ્હિપ જાહેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રિપલ તલાક મુદ્દાને લઈને કૉંગ્રેસે આ વ્હિપ જાહેર કરી છે. એવું માનવમાં આવી રહ્યું છે કે કૉંગ્રેસ નથી ઈચ્છતી કે આ લોકો આ બાબતમાં પાર્ટીના વિરૂદ્ધ જાય. ત્યાં ભાજપે પોતાના સાંસદોને સોમવારે રાજ્યસભામાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કરી છે.

બતાવી દઈએ કે ટ્રિપલ તલાક પર ગુરૂવાર લોકસભામાં લાંબી ચર્ચા થઈ હતી. સવારથી ચાલેલી આ ચર્ચામાં ટ્રિપલ તલાક પર બિલ પાસ થઈ ગયું. આવા અવસર પર પણ સંસદમાં વધારે સાંસદો ગેરહાજર રહ્યાં હતા. એમાંથી ભાજપના વ્હિપ જાહેર થયા છતાં 30 સાંસદો ગેરહાજર ગતા. ગુરૂવારે લોકસભામાં ફક્ત 256 સાંસદો હાજર હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં આવતીકાલે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવશે. સરકારને આશા છે કે લોકસભા બાદ આ બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવશે. જોકે વિપક્ષ દળો સરકારની આશાને ઝટકો આપતાં દેખાઈ રહ્યાં છે. ખરેખરમાં આ બિલને લઈને વિપક્ષી દળોના વલણ નરમ નથી દેખાઈ રહ્યાં. કૉંગ્રેસે ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં પસાર થવાની ઘોષણા કરી નથી.

Lok Sabha national news congress bharatiya janata party