ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃજાણો કોણ છે પુસ્તકના લેખક સંજય બારુ ?

29 December, 2018 11:05 AM IST  | 

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃજાણો કોણ છે પુસ્તકના લેખક સંજય બારુ ?

સંજય બારુ અને તેમના પાત્રમાં અક્ષય કુમાર

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' સંજય બારુનું પુસ્તક છે. આ જ પુસ્તક પરથી બનેલી ફિલ્મ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના રાજકીય જીવન પર આધારિત છે. ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' 11 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મને વિજય રત્નાકર ગુટ્ટેએ ડિરેક્ટ કરી છે. સંજય બારુએ આ પુસ્તક PMOની નોકરી છોડ્યાના લગભગ છ વર્ષ બાદ 2014માં લખવાની યોજના બનાવી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે સંજય બારુના પિતા પણ મનમોહનસિંહ સાથે કામ કરી ચૂક્યા છે. સંજય બારુના પિતા બીપીઆર વિઠલ મનમોહનસિંહ સાથે કરી ચૂક્યા છે. જ્યારે મનમોહનસિંહ દેશના નાણા સચિવ હતા, ત્યારે બીપીઆર વિઠલ તેમના ફાઈનાન્સ અને પ્લાનિંગ સેક્રેટરી હતા

સંજય બારુ મે 2004માં વડાપ્રધાન મનમોહનસિંહના મીડિયા સલાહકાર બન્યા હતા. અને ઓગસ્ટ 2008 સુધી તેઓ આ પદ પર હતા. 2008માં તેમણે અંગત કારણો આપીને રાજીનામું આપ્યું. 2014માં તેમએ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પુસ્તક લખીને રાજકારણમાં ઉથલપાથલ મચાવી દીધી હતી. તે સમયે સંજય બારુના રાજીનામાને પુસ્તક સાથે પણ જોડીને પણ જોવાતું હતું. જો કે સંજય બારુએ સ્પષ્ટતા કરી હતી કે રાજીનામા અને પુસ્તકને કોઈ સંબંધ નહોતો. સંજય બારુ ઈકોનોમિક ટાઈમ્સ અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એસોસિયેટ એડિટર રહી ચૂક્યા છે. તો ફાઈનાન્સિયલ એક્સપ્રેસ અને બિઝનેસ સ્ટાન્ડર્ડના ચીફ એડિટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના મહાસચિવ પદ પરથી સંજય બારુએ એપ્રિલ 2018માં રાજીનામું આપ્યું હતું. તેઓ ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝના જિયો ઈકોનોમિક્સ એન્ડ સ્ટ્રેટજીના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃThe Accidental Prime Ministerનું ટ્રેલર થયું લૉંન્ચ, અનુપમ ખેર છે મુખ્ય ભૂમિકામાં

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' વિશે સંજય બારુ કહે છે કે તેઓ જ્યારે મનમોહનસિંહના મીડિયા સલાહકાર હતા, ત્યારે તેમણે આ પુસ્તક લખવાની કલ્પના પણ નહોતી કરી. તેમનું માનવું હતું કે કોઈ નેતાને પ્રશંસા મળે કે પછી ટીકા એ સ્વાભાવિક છે. પરંતુ તેની મજાક ન ઉડવી જોઈએ. સંજય બારુએ લખ્યું છે કે જ્યારે તેમણે 2008માં PMOની નોકરી છોડી ત્યારે મીડિયામાં મનમોહનસિંહની છબી ઉજળી હતી. તેમને સિંઘ ઈઝ કિંગ કહેવાતા હતા. જો કે ચાર વર્ષ બાદ એક ન્યૂઝ મેગેઝિને સિંઘ ઈઝ સિન'કિંગ' કહ્યું હતું. આ શબ્દો એ વાતનો પુરાવો હતા કે મનમોહનસિંહની ઈમેજ ખરડાઈ રહી હતી. 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' માં સંજય બારુનું પાત્ર અક્ષય ખન્નાએ નિભાવ્યું છે.

national news manmohan singh