Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > The Accidental Prime Ministerનું ટ્રેલર થયું લૉંચ

The Accidental Prime Ministerનું ટ્રેલર થયું લૉંચ

27 December, 2018 07:40 PM IST |

The Accidental Prime Ministerનું ટ્રેલર થયું લૉંચ

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મનું ટ્રેલર થયું રીલિઝ

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મનું ટ્રેલર થયું રીલિઝ


મુંબઈમાં આજે અનુપમ ખેરની ફિલ્મ 'ધ એક્સીડેંટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર મનમોહન સિંહની ભૂમિકામાં છે. ફિલ્મના ક્રિએટીવ પ્રોડ્યૂસર હંસલ મહેતા છે જ્યારે ફિલ્મનું નિર્દેશન વિજય રત્નાકર ગુટ્ટેએ કર્યું ીછે. 2 મિનિટ 43 સેકંડના આ ટ્રેલરમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. જુઓ ફિલ્મનું ટ્રેલર.




લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે જ રીલિઝ થયેલું ફિલ્મનું આ ટ્રેલર ખુબ જ વિવાદો જગાવે તેવું છે. આ ફિલ્મ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારુની બુક પરથી બનાવવામાં આવી છે. ફિલ્મમાં સંજય બારુનો કિરદાર અક્ષય ખન્ના નિભાવી રહ્યા છે. અને તેમના જ મુખેથી આ કહાની કહેવામાં આવી રહી છે.

ટ્રેલર પરથી જાણી શકાય છે કે ફિલ્મમાં રાહુલ ગાંધીની પાર્ટીમાં ભૂમિકા, પ્રિયંકા ગાંધી અને વડાપ્રધાન તરીકે મનમોહન સિંહની તાજપોશી પાછળની કહાનીઓને દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં એ વાત પણ કહેવાની કોશિશ કરવામાં આવી છે કે મનમોહન સિંહ પાર્ટીના દબાણના કારણે સ્વતંત્ર રીતે નિર્ણય નહોતા લઈ શકતા.

લોકસભા ચૂંટણી આવતા વર્ષે થવાની છે. જેથી આ ફિલ્મ પર તમામ લોકોની નજર છે કે દર્શકોને તે કઈ રીતે પ્રભાવિત કરશે.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 07:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK