નાગરિકતા કાયદા સામે થયેલી ૬૦ અરજીઓ પર સુપ્રીમે સુનાવણી કરી

19 December, 2019 10:45 AM IST  |  Mumbai Desk

નાગરિકતા કાયદા સામે થયેલી ૬૦ અરજીઓ પર સુપ્રીમે સુનાવણી કરી

નાગરિકતા સંશોધન ઍકટની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જે ૫૯ અરજીઓ નોંધાઈ છે તેને લઈ કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસને લઈ કેન્દ્ર પાસે જવાબ માગ્યો છે. ત્યાં અરજી કરનાર વકીલોની માગણી છે કે ત્યાં સુધી નાગરિકતા સંશોધન ઍકટ પર સ્ટે મૂકી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં હવે આ કેસની સુનાવણી ૨૨ જાન્યુઆરીના રોજ થશે.

સુપ્રીમ કોર્ટમાં બુધવારના રોજ સુનાવણી દરમ્યાન ઍટર્ની જનરલે કહ્યું કે ઍકટ પર સ્ટે લગાવવા માટે જે દલીલ કરાઈ છે ત્યાં ઍકટને ચેલેન્જ કરવા સમાન છે. એવામાં ઍકટ પર કોઈ પણ પ્રકારનો સ્ટે લગાવવામાં ન આવે.
જોકે ચીફ જસ્ટિસે સીએએ પર સ્ટે મૂકવાની માગણીને ઠુકરાવી દીધી છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ કહ્યું કે અમે તેના પર સ્ટે મૂકી શકીએ નહીં. વકીલે આ દરમ્યાન કહ્યું કે આસામ સળગી રહ્યું છે, અત્યારે આ ઍકટ પર સ્ટેની જરૂર છે. જોકે ચીફ જસ્ટિસે આ સુનાવણીને તરત કરવાની ના પાડી દીધી.
નાગરિકતા સંશોધન ઍકટની વિરુદ્ધ કેટલીય અરજીઓ નોંધાઈ હતી, જોકે ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ બી. આર. ગવઇ, જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચની સામે પેન્ડિંગ છે. બેન્ચે તમામ અરજીઓને બુધવારના રોજ સાંભળવાનું કહ્યું હતું.
અરજીકર્તાઓમાં કૉન્ગ્રેસ નેતા જયરામ રમેશ, ત્રિપુરાના શાહી પરિવારના સભ્ય પ્રદ્યોત કિશોર દેબ બર્મન, અસદુદ્દીન ઓવૈસી, મહુઆ મોઇત્રા, પીસ પાર્ટી, એમ. એલ. શર્મા સહિત કેટલા અરજીકર્તા સામેલ છે. સુપ્રીમ કોર્ટમાં ૫૯ અરજીઓ સીએએની વિરુદ્ધ પેન્ડિંગ છે.

supreme court national news