દિલ્હીમાં ઘુસ્યા આતંકીઓ, અનેક શહેરોમાં એલર્ટ, સ્પેશિયલ સેલના દરોડા

03 October, 2019 11:44 AM IST  |  નવી દિલ્હી

દિલ્હીમાં ઘુસ્યા આતંકીઓ, અનેક શહેરોમાં એલર્ટ, સ્પેશિયલ સેલના દરોડા

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને કોલકત્તા સહિત દેશના કેટલાક શહેરોમાં આતંકી હુમલાનો ભય છવાઈ રહ્યો છે. હકીકતમાં સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મુહમ્મદ (Jaish-e-Mohammed)ના આંતકવાદી દિલ્હી સાથે દેશના કેટલાક વિસ્તારોમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. એના ચાલતા દેશભરના એરપોર્ટની સાથે મૉલ, સરકારી ઑફિસને લઈને સુરક્ષા વધારવામાં આવી છે. મળેલી જાણકારી અનુસાર ભારે વસ્તી ધરાવતા બજારમાં, મૉલ, મેટ્રો, ટ્રેન અને રેલવે સ્ટેશન પર હુમલો કરી શકે છે. આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે ચંદીગઢ એરપોર્ટ પર આતંકવાદી હુમલાના સમાચાર જોતા જ ત્યા પણ સુરક્ષા વધારવામાં આવી છે.

બુધવારે રાત્રે હુમલાની ચેતવણી જાહેર કરવામાં આવી

મળેલી જાણકારી અનુસાર ગુપ્ત એજન્સીથી મળેલી સૂચના બાદ દિલ્હી પોલીસે રાજધાની સાથે એનસીઆરમાં પણ આતંકવાદી હુમલાની જાહેર કરી છે, બાદ આ વિસ્તારોમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. ગુપ્ત એજન્સી મુજબ પાકિસ્તાનથી આતંકવાદી ભારતમાં ઘૂસી ગયા છે અને આવતા એક મહિનાની અંદર નવરાત્રી, દિવાળી અને છઠ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને વધારે વસ્તી ધરાવતા માર્કેટમાં, રેલવે સ્ટેશનો અને મૉલ, ટ્રેનમાં હુમલો કરી શકે છે.

આ પણ વાંચો : ભારતીય રેલવેમાં મળશે નવરાત્રિ દરમ્યાન વ્રતનું સાત્વિક ભોજન

દિલ્હીમાં દાખલ થયા 6 આતંકવાદીઓ, હાઈ અલર્ટ

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહુમ્મદ (Jaish-e-Mohammed)ના 6 આતંકવાદી દિલ્હીમાં દાખલ થઈ ગયા છે. એવામાં દિલ્હીમાં આતંકવાદી હુમલાનું જોખમ વધી રહ્યું છે. આ બધાની વચ્ચે ગુપ્ત એજન્સીના એલર્ટ બાદ દિલ્હી પોલીસે અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા છે અને હાઈ એલર્ટની જાહેરાત કરી દીધી છે.

terror attack new delhi jaish-e-mohammad national news