સુરતનાં કપડાં PAKમાં નહીં વેચાય, દિલ્હીના વેપારીએ ઑર્ડર કૅન્સલ કર્યા

11 August, 2019 10:40 AM IST  |  નવી દિલ્હી

સુરતનાં કપડાં PAKમાં નહીં વેચાય, દિલ્હીના વેપારીએ ઑર્ડર કૅન્સલ કર્યા

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કર્યા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધને ખતમ કરી દીધા છે. સુરતનું કપડાબજાર દેશ-વિદેશના ઑર્ડરોથી ધમધમતું રહે છે. એવામાં પાકિસ્તાનમાં પણ સુરતના કપડા નિકાસનો વેપાર વાયા દિલ્હીના વેપારીઓ ચાલે છે જે હવે ઑર્ડર કૅન્સલ કરાવી રહ્યા છે, ત્યારે આવામાં દેશના સૌથી મોટા માનવનિર્મિત કપડાના હોલસેલ માર્કેટ સુરતને મોટું નુકસાન થયું છે. સુરતની સાડીઓ, લેંઘા અને દુપટ્ટાઓના પાકિસ્તાનમાં બે સૌથી મોટાં કપડાબજાર છે, લાહોરમાં આઝમ કપડાબજાર અને કરાચીમાં લખનઉ માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે.

આ પણ વાંચો : બૉર્ડર પર તણાવ વધ્યો, પીઓકેમાં 10થી વધુ આતંકી શિબિર બની

પાડોશી દેશના આ બન્ને બજારોના મોટાભાગના વ્યાપારી દિલ્હી અને અમૃતસરના માધ્યમથી સુરતની જથ્થાબંધ બજારથી સસ્તાં કપડાં, સાડી, લેંઘા સહિત અન્ય કપડાઓની આયાત કરે છે. એક વ્યાપારીએ જણાવ્યું કે અમે દિલ્હીમાં વ્યાપારીઓના માધ્યમથી કુર્તિઓ અને દુપટ્ટાઓની આપૂર્તિ કરી રહ્યા છીએ. દિલ્હીના વ્યાપારીઓ કે જેમણે અમને હોલસેલના ઑર્ડર આપ્યા અને અમે માલ મોકલ્યો છે અને અમને માલની આપૂર્તિ બંધ કરવા જણાવવામાં આવ્યું છે.

national news surat pakistan delhi