અયોધ્યા કેસથી અલગ થયા જસ્ટિસ લલિત, 29મીએ થશે આગામી સુનાવણી

10 January, 2019 12:00 PM IST  |  દિલ્હી

અયોધ્યા કેસથી અલગ થયા જસ્ટિસ લલિત, 29મીએ થશે આગામી સુનાવણી

બંધારણીય બેન્ચ આજથી કરશે સુનાવણી

અયોધ્યા રામમંદિર મામલાને લઈને પાંચ જજોની બંધારણીય બેંચનું ફરીથી ગઠન કરવામાં આવશે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પાંચ જજોની બેંચમાં સામેલ જસ્ટિસ યુુયુ લલિતે આ મામલામાંથી પોતાને અલગ કરી લીધા. હવે આ બેંચનું ફરીથી ગઠન કરવામાં આવશે. મામલાની આગામી સુનાવણી 29 જાન્યુઆરીના રોજ થશે. 

કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ પાંચ જજની બેન્ચે કહ્યું કે આજે આ મામલે સુનાવણી નહીં થાય, પરંતુ ફક્ત ટાઈમલાઈન નક્કી થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આજે અમે આ મામલે સુનાવણી નહીં કરીએ, ફક્ત સમયમર્યાદા નક્કી કરીશું.

રાજીવ ધવને ઉઠાવ્યા સવાલ, કેસમાંતી હટ્યા જસ્ટિસ લલિત

સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કોર્ટમાં જસ્ટિસ યુયુ લલિત પર સવાલ ઉઠાવતા કહ્યું કે યુ યુ લલિત 1994માં કલ્યાણસિંહ તરફથી કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારબાલ જસ્ટિસ લલિતે પોતાને આ મામલામાંથી અલગ કરવાનો નિર્ણય લીધો. જો કે વકીલ રાજીવ ધવને આટલું કહ્યાં બાદ ખેદ વ્યક્ત કર્યો. જેના પર જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે તમે ફક્ત તથ્ય જણાવી રહ્યા છો, ખેદ વ્યક્ત કરવાની જરૂર નથી. જો કે યુપી સરકારના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે જસ્ટિસ યુ યુ લલિતના બેન્ચમાં હોવાથી તેમને કોઈ પરેશાની નથી. પરંતુ આ પ્રકારની વાત સામે આવ્યા બાદ જસ્ટિસ યુ યુ લલિતે પોતે જ કેસમાંથી નીકળી ગયા છે.

જસ્ટિસ લલિતે કહ્યું- મામલાથી અલગ થવા માંગું છું

જસ્ટિસ યુયુએ પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું કે જ્યારે તેઓ વકીલ હતા, ત્યારે તેઓ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં સુનાવણી દરમિયાન એક વકીલ તરીકે એક પક્ષ તરફથી હાજર થયા હતા અને હવે તેઓ પોતાને આ મામલાથી અલગ કરવા માંગે છે. તેના પર સીજેઆઇ રંજન ગોગોઈએ કહ્યું કે તમામ જજોનો મત છે કે અયોધ્યા જમીન વિવાદ મામલે જસ્ટિસ યુયુ લલિત સુનાવણી કરે તે યોગ્ય નહીં કહેવાય. 

supreme court ram mandir